અલગ અલગ દેશોના યુદ્ધ રોકવાના દાવા કરનાર ડોનાલ્ડ ટ્રમ્પ હવે રશિયા અને યુક્રેન વચ્ચેનુ યુદ્ધ રોકવા ઇચ્છે છે. શાંતિ વાર્તા પર સમજોતો કરવા માટે તે કાલે અલાસ્કા જઇ રહ્યા છે. પરંતુ તેમણે પુતિન સાથેની મીટિંગ પહેલા તેમના જવાબ વિશે જણાવી દીધુ. તેમણે એક બેઠકમાં કહ્યુ હતુ કે પુતિન આ યુદ્ધ નહીં રોકે. જો શાંતિ સમજોતો નથી થતો તો તેનુ પરિણામ રશિયા માટે ખૂબજ ખરાબ હશે.
પુતિન યુદ્ધ રોકવાની ના પાડશેઃ ટ્રમ્પ
15 ઓગસ્ટના દિવસે અલાસ્કામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે થઇ રહી છે. આ પહેલા જ ટ્રમ્પે બંને દેશોની વચ્ચે થનારી શાંતિ વાર્તાને અસફળ માની રહ્યા છે. હકીકતમાં, તેમને હમણાં જ આ મુલાકાત વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમાં તેમણે જવાબ આપ્યો હતો કે મને એવું લાગે છે કે પુતિન આ યુદ્ધને રોકવા માટે ના પાડી શકે છે. તેમણે આ શાંતિ વાર્તા પર આગળ વાત કરી કે, મે આ વિષય પર પહેલાં પણ પુતિન સાથે વાત કરી છે, અમારી લાંબી ચર્ચા પણ થઇ છે. પરંતુ જેવો હું ઘરે પહોંચુ છું અને ફરી હુમલો શરૂ થઇ જાય છે.ડોનાલ્ડ ટ્રમ્પને ક્યાંકને ક્યાંક એવું લાગે છે કે તેમની આ મુલાકાત અસફળ થઇ શકે છે. જો પુતિના આ યુદ્ધ રોકવા પર સહમત નથી થતા તો, તેનું ખતરનાક પરિણામ સામે આવશે.
પુતિન અને જેલેન્સકીને લાવશે સાથે
ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ બેઠક સફળ થવાની આશા રાખીને બેઠાં છે, તો બીજી તરફ તે આગળની મીટિંગ વિશેની પણ વાત કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે જો બધુ જ બરાબર રહ્યુ તો, તે સમય બગાડ્યા વગર આગળની બેઠક યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકી અને પુતિનની સાથે કરશે. અને જો તે મને આવવા માટે કહેશે તો હું જરૂરથી જઇશ. તેમણે એમ પણ કહ્યુ કે આ બેઠક જલ્દી જ થશે.