અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના આક્રમક ટેરિફ નિર્ણયોને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં United States Supreme Court દ્વારા ટ્રમ્પના “રેસિપ્રોકલ ટેરિફ”ને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા બાદ, તેમણે તરત જ એક નવો નિર્ણય લીધો. ટ્રમ્પે પહેલા તમામ દેશો પર 10% વૈશ્વિક ટેરિફ લાદ્યો અને માત્ર એક દિવસમાં જ તેને વધારીને 15% કરી દીધો. આ નિર્ણય બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થયો કે – આનો ભારત પર શું અસર પડશે? નાણાકીય નિષ્ણાતો અને માર્કેટ વિશ્લેષકોના મતે, ભારત માટે આ નિર્ણય ખાસ નુકસાનકારક સાબિત થવાનો નથી.
નિષ્ણાત શું કહે છે?
નિષ્ણાતોના મતે, ટ્રમ્પનો 15% ટેરિફ ભારત માટે ચિંતાજનક નથી. કારણ કે અમેરિકા દ્વારા લગાવવામાં આવતો આ ટેરિફ લગભગ તમામ દેશો પર સમાન રીતે લાગુ થઈ રહ્યો છે. અગાઉ વિશ્વના 90થી વધુ દેશો પર 10% ટેરિફ લાગુ હતો અને હવે મોટાભાગના દેશો 15% સુધી પહોંચી જશે. તેમાં ઓસ્ટ્રેલિયા, યુકે, સિંગાપોર અને યુએઈ જેવા દેશોનો સમાવેશ થાય છે. જ્યારે બધા દેશો પર સમાન દર લાગુ થાય છે, ત્યારે ભારત પોતાનો સ્પર્ધાત્મક ફાયદો ગુમાવતું નથી.
