સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે જે દેશો અમેરિકી કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ લગાવશે, તેમણે કડક જવાબી ટેરિફનો સામનો કરવો પડશે. તેમણે એવું પણ કહ્યું કે જરૂર પડ્યે વર્તમાન ડીલ રદ કરી દેવામાં આવશે. ડિજિટલ સર્વિસીસ ટેક્સ એ એવી મોટી ડિજિટલ કંપનીઓની કમાણી પર લગાવવામાં આવતો ટેક્સ છે જે ઓનલાઇન જાહેરાત, ડિજિટલ માર્કેટપ્લેસ અને યુઝર ડેટાથી પૈસા કમાય છે.


યુરોપીય દેશોની શું છે દલીલ?

ઘણા યુરોપીય દેશોએ આવા ટેક્સ લાગુ કર્યા છે અથવા અત્યારે તેનો પ્રસ્તાવ મૂક્યો છે. યુરોપીય દેશોની દલીલ છે કે મલ્ટીનેશનલ ટેકનોલોજી કંપનીઓએ એ જગ્યાએ વધુ ટેક્સ આપવો જોઈએ જ્યાં તેઓ કમાણી કરે છે. અમેરિકા લાંબા સમયથી આ બાબતોનો વિરોધ કરી રહ્યું છે. અમેરિકાનું કહેવું છે કે ડિજિટલ સર્વિસ ટેક્સ દ્વારા ગુગલ, એપલ, મેટા, એમેઝોન અને માઇક્રોસોફ્ટ જેવી અમેરિકી કંપનીઓને ખાસ કરીને નિશાન બનાવવામાં આવી રહી છે.

ડિજિટલ ટેક્સને લઈને ટ્રમ્પની કડક ચેતવણી

ટ્રમ્પની આ તાજી ચેતવણી એવા સમયે આવી છે જ્યારે આ વર્ષની શરૂઆતમાં એક મોટા ટ્રેડ એગ્રીમેન્ટ પર સહમતિ બનવા છતાં વોશિંગ્ટન અને યુરોપીય દેશોની સરકારો ડિજિટલ ટેક્સને લઈને એક મત બનાવી શકી નથી. ટ્રાન્સ-એટલાન્ટિક ટ્રેડ સંબંધોમાં ડિજિટલ સર્વિસ ટેક્સ હજી પણ વણઉકલેલા મહત્વના મુદ્દાઓમાંથી એક છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું છે કે જે પણ દેશ આવો ટેક્સ લાગુ કરશે, તેણે અમેરિકામાં એક્સપોર્ટ કરવામાં આવતી તમામ વસ્તુઓ પર 100 ટકા ટેરિફનો સામનો કરવો પડી શકે છે, પછી ભલે વર્તમાનમાં કે ભવિષ્યમાં કોઈ પણ ટ્રેડ એગ્રીમેન્ટ કેમ ન હોય.

બ્રિટન અને ફ્રાન્સને પણ આપી હતી ધમકી

ટ્રમ્પે વારંવાર એ દેશો વિરૂદ્ધ ટ્રેડ એક્શનની ધમકી આપી છે જેમણે ડિજિટલ સર્વિસ ટેક્સ લાગુ કર્યો છે. આ વર્ષની શરૂઆતમાં તેમણે બ્રિટનને ચેતવણી આપી હતી કે જો તેઓ મોટી અમેરિકી ટેકનોલોજી કંપનીઓ પર 2 ટકા ડિજિટલ ટેક્સ લગાવશે તો તેમના પર પણ ટેરિફ લગાવવામાં આવશે. સાથે જ તેમણે ફ્રાન્સને પણ ધમકી આપી હતી કે જો તેઓ પોતાનો ડિજિટલ ટેક્સ પાછો નહીં ખેંચે તો તેમની વાઇન (દારૂ) પર 100 ટકા ટેરિફ લગાવવામાં આવશે.

આ પણ વાંચો-Pakistanમાં આવ્યો જોરદાર ભૂકંપ! ડેરા ગાઝી ખાન વિસ્તારમાં ધ્રુજી ઉઠી ધરતી, લોકોમાં ભયનો માહોલ!

  • Follow us on: