અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે ઇતિહાસ ક્યારેય પણ નહીં ભૂલે કે અલ કાયદાના સરગના આતંકી ઓસામા બિન લાદેનના ઠેકાણા પર ત્રાટક્યા અને તેના માથામાં ગોળી મારનારા અમેરિકી નેવી સીલના જવાન હતા. ટ્રમ્પે એ પણ પુનરોચ્ચાર કર્યો કે 2001 માં અલ-કાયદાના આતંકવાદીઓએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવર્સ પર હુમલો કર્યો તેના એક વર્ષ પહેલા તેમણે બિન લાદેન વિશે ચેતવણી આપી હતી.

ટ્રમ્પે શું કહ્યુ?

અમેરિકી નૌસેનાની 250મી વર્ષગાંઠના અવસર પર એક વિશેષ સમારોહ દરમિયાન વર્જીનિયાના નોરફોકમાં ટ્રમ્પે કહ્યુ કે, ઇતિહાસ ફરી ક્યારેય નહીં ભૂલે કે તે નેવી સીલના જવાન હતા જેમણે ઓસામા બિન લાદેનના ઘરમાં ઘૂસીના તેની ગોળી મારીને હત્યા કરી હતી. યાદ રાખજો.. ટ્રમ્પે કહ્યુ કે તેમણે 9/11 હુમલાના એક વર્ષ પહેલાજ અધિકારીઓને લાદેન પર નજર રાખવા કહ્યુ હતુ. તેમણે કહ્યુ કે 'કૃપયા યાદ રાખો, મે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલાના એક વર્ષ પહેલા ઓસામા બિન લાદેન વિશે લખ્યુ હતુ. મે કહ્યુ હતુ કે, તમારે ઓસામા બિન લાદેન પર નજર રાખવી પડશે. મે એક વર્ષ પહેલા કહ્યુ હતુ કે ઓસામા નામના એક વ્યક્તિને મે જોયો છે અને મને તે પસંદ નથી આવ્યો. મે કહ્યુ હતુ કે તેની પર નજર રાખવી પડશે'.


ટ્રમ્પનું છલકાયુ દર્દ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે તેમણે નજર ન રાખી, એક વર્ષ બાદ તેમણે વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ઉડાવી દીધી. એટલા માટે મારે થોડો શ્રેય લેવો જોઇએ, કારણકે કોઇ બીજુ તો મને આપશે નહીં. ટ્રમ્પે કહ્યુ કે અમેરિકી નૌસેનાએ જ લાદેનના શવને યુએસએસ કાર્લ વિન્સન જહાજમાંથી સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

પાકિસ્તાનમાં માર્યો ગયો હતો લાદેન

મે 2011માં અમેરિકી નેવી સીલના એક અભિયાનમાં લાદેનને મારી નાખવામાં આવ્યો હતો. જે પાકિસ્તાનના એબટાબાદમાં એક મકાનમાં છુપાયેલો હતો. આ કાર્યવાહી તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનના નેતૃત્વમાં અફઘાનિસ્તાનથી અમેરિકાની વાપસીના આલોચક રહેલા ટ્રમ્પે એમ પણ કહ્યુ કે અમેરિકા, અફઘાનિસ્તાનમાં સરળતાથી જીતી જતુ, આપણે દરેક યુદ્ધ સરળતાથી જીતી સકતા હતા.

  • Follow us on: