અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ દ્વારા પરમાણુ પરીક્ષણ કરવાનો આદેશ આપ્યા બાદથી હંગામો મચી ગયો છે. પરંતુ ટ્રમ્પ પોતાની વાત પર અડેલા છે અને હવે તેમણે એક નિવેદનમાં કહ્યુ કે અમેરિકા પાસે દુનિયાને નષ્ટ કરવા માટે પર્યાપ્ત પરમાણુ હથિયાર છે, પરંતુ તેમ છતા પણ અમેરિકાએ પરમાણુ પરીક્ષણ કરવાની જરૂરત છે. ટ્રમ્પે કહ્યુ કે રશિયા અને ચીનની પરમાણુ મહત્વકાંક્ષાઓ પણ અમેરિકાના પરમાણુ પરીક્ષણ કરવાનુ કારણ છે.


જિનપિંગ સાથેની મુલાકાત પહેલાં આપ્યો હતો પરમાણુ પરીક્ષણનો આદેશ

એક ઇન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું કે તેમણે પરમાણુ પરીક્ષણ કરવાનો નિર્ણય ત્યારે લીધો હતો, જ્યારે તેમને સમજાયું કે એટલા મોટા પરમાણુ હથિયારોના જથ્થા હોવા છતાં અમેરિકા એકમાત્ર એવો દેશ નહીં બની શકે જે પરમાણુ પરીક્ષણ ન કરે. અમેરિકાના રાષ્ટ્રપતિએ થોડા દિવસ પહેલાં દક્ષિણ કોરિયામાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાતના થોડા કલાકો પહેલાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને અમેરિકન ડિફેન્સ ડિપાર્ટમેન્ટને તાત્કાલિક પરમાણુ પરીક્ષણ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પના આ નિવેદનથી આખી દુનિયામાં આલોચના થઈ છે, અને નિષ્ણાતોનું માનવું છે કે આ કારણે ફરીથી વૈશ્વિક સ્તરે પરમાણુ હથિયારોના પરીક્ષણની હોડ શરૂ થઈ શકે છે.

ટ્રમ્પે પરમાણુ હથિયારોના નિવેદનથી ચોંકાવ્યા

ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું કે, અમારી પાસે અન્ય કોઈપણ દેશની તુલનામાં ઘણાં વધારે પરમાણુ હથિયાર છે અને અમારે પરમાણુ નિસ્ત્રીકરણ (disarmament) અંગે કંઈક કરવું જોઈએ. મેં આ વિષય પર રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે પણ વાત કરી છે. અમારી પાસે એવા હથિયારો છે, જે આખી દુનિયાને નષ્ટ કરી શકે છે. રશિયા પાસે પણ ઘણાં છે અને ચીન પાસે પણ.ટ્રમ્પે કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે અમેરિકા એ એકમાત્ર દેશ બને, જે પરમાણુ પરીક્ષણ નથી કરી રહ્યું.

બંને દેશો પરમાણુ પરીક્ષણ રોકતી સંધિના હસ્તાક્ષરી દેશો

ટ્રમ્પે વધુમાં કહ્યું કે રશિયાએ પરમાણુ પરીક્ષણ કરવાની જાહેરાત કરી છે અને તેઓ પણ કરી રહ્યા છે. ઉત્તર કોરિયા પણ પરમાણુ પરીક્ષણ કરી રહ્યો છે, અને અન્ય દેશો પણ એ કરી રહ્યા છે. અમે નથી ઈચ્છતા કે અમે એકલા રહી જઈએ, જે પરીક્ષણ નથી કરી રહ્યા, અમેરિકાએ છેલ્લી વાર ‘ઓપરેશન જુલિયન’ અંતર્ગત વર્ષ 1992માં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. હાલ અમેરિકા અને રશિયા બંને દ્વારા પરમાણુ હથિયારોના પરીક્ષણ એવા સમયે થઈ રહ્યા છે જ્યારે યુક્રેન યુદ્ધને લઈને બંને દેશોમાં તણાવ છે. બંને દેશો પરમાણુ પરીક્ષણ રોકતી સંધિના હસ્તાક્ષરી દેશો છે. આ સંધિ પર અત્યાર સુધી 187 દેશોએ હસ્તાક્ષર કર્યા છે, જેમાં ચીન, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા, ઇઝરાયેલ જેવા દેશોનો પણ સમાવેશ થાય છે.


  • Follow us on: