જે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા મુજ્તબા ખામૈનીને ખતમ કરવાની કસમો ખાતા હતા, તે જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે તેમના વખાણ કરતા થાકતા નથી. ટ્રમ્પ હવે મુજ્તબા ખામૈનીને એક ‘શાનદાર અને સન્માનિત નેતા’ ગણાવી રહ્યા છે એટલું જ નહીં, પણ તેમની સાથે મુલાકાત કરીને શાંતિનો રસ્તો શોધવાની ઈચ્છા પણ વ્યક્ત કરી રહ્યા છે. દુનિયાભરના વિશ્લેષકો આશ્ચર્યમાં છે કે જે અમેરિકા પોતાની સૈન્ય તાકાતના જોરે દુનિયાને નચાવે છે, તેના રાષ્ટ્રપતિનું આટલું ઝડપી ‘હૃદય પરિવર્તન’ કેવી રીતે થઈ ગયું? પરંતુ આ બદલાયેલા સૂર પાછળ કોઈ દયા નથી, પણ યુદ્ધના મેદાનમાં મળેલી કારમી હારની મજબૂરી છે.


અમેરિકાને લોહીલુહાણ કરતો ઈરાનનો જવાબ

અહેવાલો અનુસાર, ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા આ ભીષણ યુદ્ધને 100 દિવસ પૂરા થવા આવ્યા છે. સુપર પાવર અમેરિકાને આશા હતી કે ઈરાન તેની સામે ઘૂંટણીયે પડી જશે, પણ પાસું સંપૂર્ણપણે પલટાઈ ગયું છે. ઈરાની સેનાએ ઈઝરાયેલથી લઈને આરબ દેશો અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સુધી એવો વિધ્વંસક પ્રહાર કર્યો કે અમેરિકાના હોશ ઉડી ગયા. શરૂઆતના માત્ર 40 દિવસના યુદ્ધમાં જ અમેરિકી સેના એટલી હદે લોહીલુહાણ થઈ ગઈ કે તેણે પશ્ચિમ એશિયામાં પોતાના કેટલાય સૈન્ય બેઝ ખાલી કરવા પડ્યા છે.

અબજો રૂપિયાનું નુકસાન: આંકડા જોઈને ટ્રમ્પ ચોંક્યા

ઈરાનના જવાબી હુમલામાં અમેરિકાને માત્ર સૈનિકોનું જ નહીં, પણ આર્થિક અને સૈન્ય હથિયારોનું પણ ભારે નુકસાન વેઠવું પડ્યું છે. અત્યાર સુધીમાં અમેરિકાના 1 લાખ કરોડ રૂપિયાથી વધુના અત્યાધુનિક હથિયારો તબાહ થઈ ચૂક્યા છે, જેમાં નીચેના સૈન્ય સાધનો સામેલ છે:

24 MQ-9 રીપર ડ્રોન (કિંમત: ₹6,720 કરોડ)

8 KC-135 એરક્રાફ્ટ (કિંમત: ₹2,960 કરોડ)

5 F-15 ફાઇટર જેટ (કિંમત: ₹4,175 કરોડ)

1 F-35 અત્યાધુનિક લડાકુ વિમાન (કિંમત: ₹1,020 કરોડ)

4 THAAD એર ડિફેન્સ સિસ્ટમ (કિંમત: ₹80,000 કરોડ)

‘ઈરાન કોઈ વેનેઝુએલા નથી’ - ટ્રમ્પની કબૂલાત

પોતાની આ ભૂલ સમજાતા જ ટ્રમ્પે જાહેરમાં સ્વીકાર્યું છે કે, "ઈરાન એ વેનેઝુએલા જેવો દેશ નથી કે જ્યાં તમે જાઓ અને થોડી મિનિટોમાં ઓપરેશન પૂરું કરીને પાછા આવી જાઓ. ઈરાન બહુ અલગ અને શક્તિશાળી છે."

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પ હવે આ યુદ્ધમાં ખરાબ રીતે ફસાઈ ગયા છે. અમેરિકાની બચેલી-ખૂચેલી ઈજ્જત બચાવવા માટે જ તેઓ મુજ્તબા સાથે ડીલ કરવા માટે આતુર બન્યા છે. હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું કે, "મને મુજ્તબાને મળીને બહુ ખુશી થશે. હું બહુ સન્માનપૂર્વક વર્તીશ." હવે જોવાનું એ રહેશે કે શું મુજ્તબા ખામૈની ટ્રમ્પની આ ઓફર સ્વીકારે છે કે પછી મિડલ ઈસ્ટમાં આ યુદ્ધ હજુ કોઈ નવો વળાંક લેશે.


આ પણ વાંચો: Strait of Hormuz News: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અમારો પરમાણુ બોમ્બ છે, ઇરાનની અમેરિકાને ખુલ્લી ચેતવણી

  • Follow us on: