અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે વિશ્વના સાત મોટા યુદ્ધોને સમાપ્ત કરાવામાં ભૂમિકા નિભાવી છે, છતાં જો તેમને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં નહીં આવે, તો તે અમેરિકા માટે "મોટુ અપમાન" ની વાત હશે. ગાઝા યુદ્ધ ને સમાપ્ત કરવા માટેની યોજનાનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે મંગળવારે ક્વાન્ટિકોમાં સૈન્ય અધિકારીઓને સંબોધિત કરતાં કહ્યું, મને લાગે છે કે અમે આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. હવે, હમાસે સંમત થવું પડશે, અને જો તેઓ નથી માનતા તો તેમના માટે બહુ મુશ્કેલી ઊભી થશે. બધા અરબ અને મુસ્લિમ દેશો આ યોજના સાથે સંમત છે. ઇઝરાયલ પણ સંમત છે. બધાની સહમતી એક અદભૂત બાબત છે.

કોઇ ક્યારેય આવું નથી કરી શક્યુ

ટ્રમ્પે કહ્યું કે જો સોમવારે જાહેર કરાયેલ ગાઝા યુદ્ધને સમાપ્ત કરવાની તેમની યોજના સફળ થાય છે, તો તેઓએ થોડા મહિનાઓમાં કુલ આઠ સંઘર્ષોનો ઉકેલ લાવ્યો છે. તેમણે જણાવ્યું, આ ખૂબ જ શાનદાર છે. આવું કોઈ ક્યારેય કરી શક્યું નથી. છતાં પણ, શું તમને નોબેલ શાંતિ પુરસ્કાર મળશે?' ના, કદાચ નહિ. તે પુરસ્કાર એમને મળશે જેમણે કંઈ કર્યું જ નથી. કદાચ એ કોઈ એવા લેખકને આપશે જેમણે ડોનાલ્ડ ટ્રમ્પના વિચારો અને યુદ્ધ ઉકેલ વિશે કોઈ પુસ્તક લખ્યું હશે. હા, નોબેલ એવોર્ડ કોઈ લેખકને મળશે.

દેશ માટે મોટા અપમાનની વાત હશે

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, આપણા દેશ માટે બહુ મોટું અપમાન હશે. હું એવુ નથી કહતો કે એ મને મળવો જોઈએ. હું કહું છું કે એ સન્માન દેશને મળવું જોઈએ કારણ કે આવું કંઈ પહેલાં ક્યારેય થયું નથી. આ વિશે વિચારજો. મને લાગે છે કે આ યોજના સફળ થશે. હું આ વાત હળવાશથી નથી કહતો, કેમ કે હું કોઇ પણ સમજૂતી વિશે કોઈપણ કરતાં વધુ જાણું છું. તેમણે ઉમેર્યું,પરંતુ આઠ યુદ્ધનો ઉકેલ લાવવો ખરેખર ગૌરવની વાત છે.


નોબેલ શાંતિ પુરસ્કાર કેવી રીતે મળે?

નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવુ સહેલુ નથી. સૌથી પહેલા એ માટે નામાંકન હોવું જરૂરી છે. કોઈ નેતા, સંસ્થા અથવા માન્ય સંસ્થા ઉમેદવારનું નામ આપી શકે છે. ત્યારબાદ નોર્વેની નોબેલ કમિટીની બેઠક થાય છે અને મહીનાઓ સુધી તેની તપાસ થાય છે. આ તપાસમાં જોવામાં આવે છે કે કોણે વાસ્તવમાં વિશ્વમાં શાંતિ લાવવા પ્રયાસ કર્યો છે. માત્ર સોશિયલ મીડિયામાં કે જાહેર નિવેદનોમાં શાંતિની વાત કરવી કાફી નથી. પરિણામ ઓક્ટોબરમાં જાહેર થાય છે અને ડિસેમ્બરમાં એવોર્ડ આપવામાં આવે છે.
  • Follow us on: