અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનના કાર્યકાળમાં મંજૂર કરવામાં આવેલા શરણાર્થી મામલો અને 19 દેશોના નાગરિકોને જાહેર કરવામાં આવેલા ગ્રીન કાર્ડની વ્યાપક સમીક્ષાનો આદેશ આપવામાં આવ્યો છે. આ જાણકારી અમેરિકી ડિપાર્ટંમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી અધિકારીએ ગુરૂવારે આપી હતી. આ પગલું વોશિંગટન ડીસીમાં બે નેશનલ ગાર્ડ સદસ્યો પર થયેલા શૂટિંગ બાદ લેવામાં આવ્યુ છે. જેમાં 2021માં અમેરિકા આવેલા અફઘાન નાગરિક રહમાનુલ્લાહ લાકાનવાલનુ નામ જોડાયુ છે.
વોશિંગટનમાં શૂટિંગ બાદ નિર્ણય લેવામાં આવ્યો
આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યુ છે જ્યારે Citizenship and Immigration Services (USCIS)એ નવી ગાઇડલાઇન જાહેર કરી છે, જે સ્ક્રીનીંગ ધોરણોને વધુ કડક બનાવે છે.આ નિર્ણય વોશિંગટન ડીસીમાં બે નેશનલ ગાર્ડના સદસ્યો પર શૂટિંગ બાદ લેવામાં આવ્યો છે. જેમાં એક અફઘાન નાગરિક સામેલ હતો, જે 2021માં અમેરિકા આવ્યો હતો.
