ટ્રમ્પે કહ્યું કે જો સમયમર્યાદા પહેલાં કોઈ સોદો નહીં થાય, તો ઈરાનની સભ્યતા આજે રાત્રે સમાપ્ત થઈ જશે.

ટ્રમ્પની ઇરાનને ધમકી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે, આજે રાત્રે એક મોટો પરિવર્તન આવી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે સત્તા પરિવર્તન પછી નવા, ઓછા કટ્ટરપંથી લોકો ઉભરી શકે છે. ટ્રમ્પે તેને ઇતિહાસનો એક મહત્વપૂર્ણ ક્ષણ ગણાવ્યો અને કહ્યું કે 47 વર્ષના ભ્રષ્ટાચાર અને હિંસાનો અંત આવી શકે છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે, આજે રાત્રે, એક આખી સભ્યતાનો અંત આવી શકે છે, જે ક્યારેય પુનઃસ્થાપિત થશે નહીં. હું તે ઇચ્છતો નથી, પરંતુ તે થઈ શકે છે.

જુલમ અને હિંસાનો અંત આવી શકેઃ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યુ હતુ કે, જો કે, હવે ઈરાનમાં સત્તાનો સંપૂર્ણ પરિવર્તન થયો છે, જ્યાં વધુ સમજદાર અને ઓછા કટ્ટરપંથી માનસિકતા ધરાવતા લોકો સત્તામાં છે. કોણ જાણે? કદાચ કંઈક ક્રાંતિકારી અને સારું થઈ શકે છે. આ વિશ્વ ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ હોઈ શકે છે. 47 વર્ષના ભ્રષ્ટાચાર, જુલમ અને હિંસાનો અંત આવી શકે છે. ઈરાનના લોકોને શુભકામનાઓ.

અમેરિકાનું ઇરાનને અલ્ટીમેટમ

ટ્રમ્પે ઈરાનને રાત્રે 8 વાગ્યા સુધીનો સમય આપ્યો છે કરાર પર પહોંચવા માટે. જોકે, અમેરિકા અને ઇઝરાયલે તે પહેલાં જ તેમના હુમલાઓ વધુ તીવ્ર બનાવી દીધા. દરમિયાન, અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે જણાવ્યું હતું કે ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે. વાન્સના મતે, ઈરાન યુદ્ધના લશ્કરી ઉદ્દેશ્યો પ્રાપ્ત થયા છે. સંઘર્ષ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થવાની અપેક્ષા છે. યુદ્ધ કેવી રીતે સમાપ્ત થાય છે તે ઈરાની લોકો પર નિર્ભર છે. અમેરિકાએ ઈરાનની લશ્કરી ક્ષમતાઓ અને મુખ્ય દરિયાઈ માર્ગોને ધમકી આપવાની તેની ક્ષમતાને નબળી બનાવી દીધી છે.

આ પણ વાંચોઃ Goa: ખાનગી કારે સ્કૂટર સવારને મારી ટક્કર, યુવતીનું થયુ મોત, ડ્રાઇવરની પોલીસે કરી ધરપકડ