ઈરાન ના વિદેશ મંત્રી અબ્બાસ અરાધચીએ જણાવ્યું હતું કે જો અમેરિકા ઈઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધમાં સક્રિય રીતે ભાગ ભજવશે તો તે દરેક માટે ખૂબ ખતરનાક સાબિત થશે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સૈન્યના હસ્ચક્ષેર પર વિચાર કરી રહ્યું છે. જે ખુબ દુર્ભાગ્યપુર્ણ છે.
અરાધચીએ આ વાત ઈસ્તાનબુલમાં સંવાદદાતાઓ સાથે વાતચીત દરમિયાન કહી હતી. ત્યારે તેઓ જિનેવામાં થયેલા વાર્તાલાપ પછી પાછા ફરી રહ્યા હતા. આ વાર્તાઓ બાદ કોઈ મહત્વપુર્ણ કુટનીતિક સમાધાન તો નીકળી શક્યું નહીં. વાર્તાલ્પના અંતમાં અરાધચીએ જણાવ્યું કે જ્યાં સુધી ઈઝરાયલના હુમલાઓ ચાલુ છે ત્યાં સુધી ઈરાન અમેરિકા સાથે કોઈ વાતચિત કરવા ઈચ્છતુ નથી.












