દુબઇ એર શોમાં શુક્રવારે એટલે કે 21 નવેમ્બરે મોટી દુર્ઘટના થવા પામી છે. જ્યારે ભારતના સ્વદેશી તેજસ ફાઇટર જેટ ક્રેશ થયુ. આ એર શોનો છેલ્લો દિવસ હતો. આ ઘટના બપોરનાં 2.10 કલાકે થવા પામી. જેમાં પાયલોટનુ મોત નીપજ્યુ છે. ભારત માટે આ એક મોટો ઝટકો છે કારણ કે અનેક દેશ આ એરક્રાફ્ટને ખરીદવામાં રસ દાખવી રહ્યા હતા. હવામાં ઉડતા અચાનક એરક્રાફ્ટ ઝડપથી નીચેની તરફ આવ્યુ અને આગની ઝપેટમાં ફેરવાઇ ગયુ.
આવો જાણીએ ફાઇટર જેટ તેજસની વિશેષતાઓ
-આ એલસીએ વિમાન તેજસ 4.5 જનરેશનનુ એરક્રાફ્ટ છે. જે દરેક વાતાવરણમાં ઉડવાની ક્ષમતા ધરાવે છે. આ એક મલ્ટી રોલ ધરાવતુ લડાકુ વિમાન છે.
-આ ફાઇટર જેટને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે.
-આ ફાઇટર જેટને એવી રીતે તૈયાર કરવામાં આવ્યુ છે કે તે આક્રમક હવાઈ મિશન, નજીકની લડાઇ અને જમીન પર હુમલો જેવા કાર્યો સરળતાથી કરી શકે છે.
-આ વિમાન સમુદ્રી ઓપરેશન પણ કરી શકે છે.
-તેજસનું અપગ્રેટેડ અને મોર્ડન વર્ઝન LCA Mk1A છે.
વધુ વિશેષતાઓ જાણીએ
-એરફોર્સ માટે સિંગલ સીટર ફાઇટર વિમાન
-નેવી માટે સિંગલ સીટર ફાઇટર વિમાન
-એરફોર્સ માટે ટ્વિન સીટર ટ્રેનર વિમાન
-નેવી માટે ટ્વિન સીટર ટ્રેનર વિમાન
-તેજસ અનેક નવી અને અદ્યતન ટેકનોલોજીકલ સિસ્ટમોથી સજ્જ છે, જેમાં AESA રડાર, EW સ્યુટ, ડિજિટલ મેપ જનરેટર (DMG),સ્માર્ટ મલ્ટી-ફંક્શન ડિસ્પ્લે (SMFD), કમ્બાઈન્ડ ઈન્ટરોગેટર અને ટ્રાન્સપોન્ડર (CIT) અને એડવાન્સ્ડ રેડિયો અલ્ટીમીટરનો સમાવેશ થાય છે.
આ બધી ટેકનોલોજીઓ સાથે, તેજસ Mk1A વધુ સચોટ, શક્તિશાળી અને સલામત બને છે. તે 13.2 મીટર લાંબુ, 8.2 મીટર પહોળું અને ૪.૪ મીટર ઊંચું છે. તેની ટેકઓફ ક્ષમતા 13,500 કિલોગ્રામ વજનની સાથે ટેકઓફની કેપેસેટી રાખે છે અને તેની મહત્તમ ગતિ મેક 1.6 છે. તે 85 કિલોન્યુટનના એન્જિન થ્રસ્ટ (A/B) સાથે GE F404-IN20 એન્જિન દ્વારા સંચાલિત છે અને 50,000 ફૂટ સુધી ઉડી શકે છે. તેમાં નવ હાર્ડપોઇન્ટ છે.