મોજતબા ખામેનેઇ સુપ્રીમ નેતા બન્યા બાદ તેમના ધર્મગુરુઓ હવે તેમનો વિરોધ કરી રહ્યા છે.
ધાર્મિક ગુરુઓનો વિરોધ કેમ ?
ઇરાન ઇઝરાયલ અને અમેરિકાના હુમલાઓનું જડબાતોડ જવાબ આપી રહ્યુ છે. પરંતુ આંતરિક ક્ષેત્રે મોજતબા ખામેનેઇ વિરુદ્ધ ધાર્મિક ગુરુઓ મૌન સેવીને મોટા વિવાદનો સંકેત આપી રહ્યા છે. મોજતબા ખામેનેઇનું રાજતિલક અધુરુ માનવામાં આવી રહ્યુ છે. કારણ કે ધર્મગુરુને સુપ્રીમ નેતા તરીકેની વિશેષતા મોજતબા ખામેનેઇમાં દેખાતી નથી. તેઓનું કહેવુ છે કે, શિયા મુસ્લિમના સૌથી વધુ સન્માનિત ધર્મગુરુની નજરમાં મોજતબા ખામેનેઇ પાસે ધાર્મિક યોગ્યતા નથી. જે આ સર્વોચ્ચ પદ માટે આવશ્યક હોય છે.
મોજતબા ખામેનેઇ અંગે ધાર્મિક જગતમાં દરાર
ઇરાની સંવિધાન અનુસાર સર્વોચ્ચ નેતાનું 'મુજતહિદ' એટલે ઇસ્લામી કાયદામાં નિષ્ણાંત હોવું જરુરી છે. મોજતબા ખામેનેઇને 'આયતલોહ' કહેવામાં આવે છે. પરંતુ શિયા જગતના મોટા નામ તેમને આ પદ માટે યોગ્ય ગણી રહ્યા નથી. મુસ્લિમ મામલોના શોધકર્તા મોહસેન કાદિવરે જણાવ્યુ હતુ કે, ધાર્મિક અધિકારિઓએ નિયુક્ત કરેલા નેતાનું સ્વાગત નહી કરીને પોતાની નારાજગી અને વિરોધ અડકતરી રીતે દર્શાવ્યો છે.
વ્યક્તિગત માન્યતા આપવાનો ઇનકાર
ઇરાનની અંદર અને બહાર બેઠેલા ધર્મગુરુઓ મોજતબા ખામેનેઇનું નામ લેતા પણ અચકાય છે. શિયા વિશ્વના સૌથી શક્તિશાળી ધર્મગુરુ આયતલોહ અલી સિસ્તાનીએ મોજતબા ખામેનેઇનું નામ લીધા વિના માત્ર 'ઉત્તરાધિકારી' માટે સફળતાની પ્રાર્થના કરી હતી. તેઓએ મોજતબા ખામેનેઇને વ્યક્તિગત માન્યતા આપવાનો ઇનકાર કર્યો છે. તો આ તરફ નિષ્ણાંતોનું કહેવુ છે કે, આજે જે સ્થિતિ છે તે 1989માં અલી ખામનેઇ સમયે પણ હતી. એ સમયે પણ ધર્મગુરુઓએ તેમને યોગ્ય ગણ્યા ન હતા.
આ પણ વાંચોઃ ભારતની ગેસ પુરવઠા માટે 600 કરોડ રૂપિયાની યોજના વિકસાવવાની તૈયારી
