શુક્રવારે વહેલી સવારે એશિયાના ત્રણ પડોશી દેશો ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના જણાવ્યા અનુસાર, ત્રણેય દેશોમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 થી 4.9 ની વચ્ચે નોંધાઈ હતી. આ શ્રેણીમાં સૌથી મજબૂત આંચકો પાકિસ્તાનમાં અનુભવાયો હતો.
ત્રણેય દેશોમાં ભૂકંપના આંકડા અને કેન્દ્રબિંદુ
પાકિસ્તાન: સવારે 4:56 વાગ્યે 4.9 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ 28.919° ઉત્તર અક્ષાંશ અને 64.678° પૂર્વ રેખાંશ પર 15 કિલોમીટરની ઊંડાઈએ હતું. ચીનમાં સવારે 6:05 વાગ્યે 4.4 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ આંચકો 32.542° ઉત્તર અક્ષાંશ અને 93.835° પૂર્વ રેખાંશ પર 15 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.અફઘાનિસ્તાનમાં સવારે 5:54 વાગ્યે 4.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ 35.138° ઉત્તર અક્ષાંશ અને 69.442° પૂર્વ રેખાંશ પર 25 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું.
https://x.com/MahimaS45382990/status/2113462192029024445?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2113462192029024445%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
તિબેટમાં ગુરુવારે સાંજે 7 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ
આ વહેલી સવારના આંચકાઓ પહેલાં, ગુરુવારે સાંજે તિબેટ ક્ષેત્રમાં 7 ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો હતો. આ હોનારતમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને 54 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ચીની સરકારી બ્રોડકાસ્ટર CCTV અનુસાર, છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાં આવેલો આ સૌથી મોટો ભૂકંપ છે. ઉત્તરીય નાગકુ શહેરમાં ભૂકંપના કારણે ભારે હોનારત સર્જાઈ છે. સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર, 339 થી વધુ ઘરો અને 20 પશુઓના શેડ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે, જેના કારણે સેંકડો લોકો બેઘર બન્યા છે.
1600 થી વધુ જવાનોનું રાહત-બચાવ યુદ્ધધોરણે શરુ
મીડિયા રિપોર્ટના આધારે ઘટનાસ્થળે 1600 થી વધુ બચાવકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. અસરગ્રસ્તો માટે 1000 પ્રિફેબ્રિકેટેડ ઘરો, 3000 તંબુ, ફોલ્ડિંગ બેડ, ટોર્ચ અને શિયાળાના ગરમ કપડાં તાત્કાલિક ધોરણે પહોંચાડવામાં આવ્યા છે. ચીનની શિન્હુઆના જણાવ્યા પ્રમાણે, સંદેશાવ્યવહાર સેવાઓ ખોરવાઈ ગઈ છે. સુરક્ષાના ભાગરૂપે રેલ્વે વ્યવહાર રોકી દેવાયો છે અને ભૂસ્ખલનને કારણે નેશનલ હાઇવે 317 નો એક મોટો ભાગ બંધ કરી દેવાયો છે. અત્યારે માત્ર ઇમરજન્સી અને રાહત વાહનોને જ માર્ગ પર મંજૂરી અપાઈ છે.
https://x.com/Mohit_patrkar/status/2113453413904400676?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2113453413904400676%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
આગામી 3 દિવસ હિમવર્ષાની ચેતવણી
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં તૂટક તૂટક હિમવર્ષા થવાની આગાહી કરી છે. કડકડતી ઠંડી અને હિમવર્ષાના કારણે રાહત અને બચાવ કામગીરી વધુ કપરી બને તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ Tibet : 7.0ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ધરતીમાં 173 કિમી ઊંડે કેન્દ્ર