અફઘાનિસ્તામાં ભૂંકપથી ધરતી ધ્રુજી. અફઘાનિસ્તાનના ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે દિલ્હી સુધી અસર જોવા મળી. રવિવાર અને સોમવારના મધ્યરાત્રિએ અફઘાનિસ્તાનમાં એક પછી એક 5 મોટા ભૂકંપના આંચકા અનુભવાયા. પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાનના ભૂકંપે ભારે તબાહી સર્જી. અત્યાર સુધીમાં આ ઘટનામાં 9 લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આગામી સમયમાં આ આંકડા વધે તેવી સંભાવના છે.


5 ભૂકંપના આચંકાથી ધરતી ધ્રુજી

અફઘાનિસ્તામાં ભૂંકપથી ધરતી ધ્રુજી. અફઘાનિસ્તાનના ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે દિલ્હી સુધી અસર જોવા મળી. રવિવાર અને સોમવારના મધ્યરાત્રિએ અફઘાનિસ્તાનમાં 5 મોટા ભૂકંપના આંચકા અનુભવાયા. પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર,ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ નજીક હતું. અફઘાનિસ્તાનમાં 2 દિવસમાં જ 5 ભૂકંપ આવતા લોકો ગભરાઈ ગયા. આ ભૂકંપને કારણે અનેક ઇમારતો તેમજ જાનમાલનું પણ મોટું નુકસાન થયાના સમાચાર સામે આવ્યા છે.

ભૂકંપના આંચકાનું પ્રમાણ વધ્યું

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અફઘાનિસ્તાનમાં આવેલ ભકૂંપમાં નાંગરહાર અને કુનાર પ્રાંતમાં નવ લોકોના મોત થયા છે અને 25 ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં દુનિયાભરમાં કુદરતી હોનારતોનું પ્રમાણ વધ્યું છે. ભારતના ઉત્તરભાગમાં ભૂસ્ખલન અને વાદળફાટવાની ઘટનાઓ વધી છે. જ્યારે ગત મહિને રશિયામાં દ્વીપકલ્પના પૂર્વ કિનારે 8.8 ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે અધિકારીઓએ દેશના કેટલાક ભાગોમાં સુનામીની ચેતવણી જારી કરી હતી. આ ઉપરાંત ગુજરાતના કચ્છમાં પણ સામાન્ય તીવ્રતાના ભકૂંપ સતત આવે છે.

  • Follow us on: