ઈઝરાયલ સામેના યુદ્ધના તણાવ વચ્ચે ઈરાનમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે. રેક્ટર સ્કેલની તીવ્રતા 51.ની માપવામાં આવી છે. આ તીવ્રતાનો ભૂકંપ ચિંતાનો વિષય છે. કારણકે આ એરિયામાં ઈઝરાયલ મિસાઈલથી હુમલો કરી રહ્યું છે. ભૂકંપથી અત્યાર સુધી જાનહાનીની સમાચાર નથી. 


ટાઈમ્સ ઓફ ઈઝરાયલના રિપોટ્સ પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટર ઉંડે નોંધાયું હોવાથી ભૂકંપે ચિંતા પેદા કરી છે. હજી સુધી કોઈ નુકસાન કે જાનાહાનિના સમાચાર નથી. તેહરાનની નજીક સેમનાનથી લગભગ 35 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમના મધ્ય ઈરાનમાં ભૂકંપ આવ્યો હતો. યુદ્ધથી પ્રભાવિત આ એરિયામાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. 

જે વિસ્તારમાં ભૂકંપ આવ્યો ત્યાં ઈરાનનું અંતરિક્ષ કેન્દ્ર અને મિસાઈલ કોમ્પલેક્ષ છે. 

કહેવામાં આવી રહ્યું છે કે ઈરાન દ્વારા સંચાલિત સેમનાન અંતરિક્ષ કેન્દ્ર અને મિસાઈલ કોમ્પલેક્ષ સેમનાનમાં આવેલું છે. આ એરિયામાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ઈઝરાયલ પણ આ એરિયામાં મિસાઈલથી હુમલો કરી રહ્યું હતું. લોકોમાં ભૂકંપ અને યુદ્ધને કારણે ભયનો માહોલ પ્રવર્ત્યો છે. ઈઝરાયલ અને ઈરાન એકબીજા પર સતત મિસાઈલ હુમલાઓ કરી રહ્યું છે. ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધીમાં 600થી વધુ લોકોના મોત થયા છે. 





  • Follow us on: