તુર્કીમાં રવિવાર સાંજે 6.1ની તીવ્રતાનો જોરદાર ભૂંકપનો ઝાટકા અનુભવાયા. ઇસ્તાનબુલ સુધી ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપના કારણે 12 જેટલા મકાન ધરાશાયી થયા.29 લોકો ઘાયલ થયા અને એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતુ.
ભૂકંપનું કેન્દ્ર સિંદિરગી શહેરમાં જમીનથી 11 કિલોમીટર નીચે નોંધાયુ છે. 200 કિલોમીટર દૂર ઇસ્તાનબુલ શહેર સુધી આને કારણે ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. આ સિવાય તુર્કીના અનેક મકાન ધરાશાયી થઇ.
સિંદિરગીના મેયર સેરકન સાકે જણાવ્યુ કે શહેરમાં અનેક ઇમારતો ધરાશાયી થઇ છે. તેમાંથી 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે આ સિવાય લોકો સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે.
તુર્કીની આપત્તિ અને કટોકટી વ્યવસ્થાપન એજન્સીએ કહ્યુ કે, ભૂકંપ બાદ પણ અનેક ઝટકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 4.6 રહી હતી.










