જો તમારો પગાર પેકેજ તમારા કુલ નેટવર્થના ડબલ જેટલું કરી દેવામાં આવે તો તમે શું કરશો? સ્પષ્ટ છે કે આનંદમાં નાચવા લાગી જશો. હવે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ સાથે પણ એવું જ કઇક થયું છે. ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાના શેરહોલ્ડર્સે પોતાના CEO એલન મસ્ક માટે વિશાળ પગાર પેકેજને મંજૂરી આપી છે, જે 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. ત્યારબાદ મસ્ક ટેક્સાસમાં ટેસ્લાની વાર્ષિક સામાન્ય બેઠકમાં પોતાની કંપનીના હ્યુમનોઇડ રોબોટ ‘ઓપ્ટિમસ’ સાથે બ્રેક ડાન્સ કરતા જોવા મળ્યા અને તેમની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી.


મસ્ક મંચ પર આવ્યા અને રોબોટ સાથે ડાન્સ મૂવ્સ કરવા લાગ્યા

નવા પગાર પેકેજને મંજૂરી મળ્યાના થોડા જ સમય બાદ, મસ્ક મંચ પર આવ્યા અને ડાન્સ મૂવ્સ કરવા લાગ્યા. મંચ પર હાજર બે રોબોટ્સે તેમના મૂવ્સની નકલ કરી. આ ક્ષણ એ વાતનું પ્રતિક છે કે ટેસ્લાનું ભવિષ્ય ‘ઓપ્ટિમસ’ સાથે કેટલી ઊંડાઈથી જોડાયેલું છે. મસ્કના કહેવા મુજબ આ રોબોટ્સ ભવિષ્યમાં ફક્ત મેન્યુફેક્ચરિંગ જ નહીં પરંતુ ડિલિવરી અને પર્સનલ અસિસ્ટન્ટ તરીકે પણ કામ કરશે.

હ્યુમનોઇડ રોબોર્ટ તરફ ઇશારો કરી કર્યા વખાણ

મસ્કે ત્યાં હાજર ભીડને કહ્યું, બીજા શેરહોલ્ડર્સની મીટિંગ્સ એકદમ બોરિંગ હોય છે, પરંતુ અમારી મીટિંગ્સ ધમાકેદાર હોય છે. આ જુઓ, આ તો કાતિલ છે. ત્યારબાદ મસ્કે પોતાના બાજુમાં ઉભેલા હ્યુમનોઇડ તરફ ઈશારો કરતાં જાહેરાત કરી કે ટેસ્લા હવે ફક્ત કારોમાં જ નહીં, પણ રોબોટિક્સ અને AIના નવા યુગમાં પ્રવેશી રહી છે.
  • Follow us on: