ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના ગર્જના બાદ પાકિસ્તાનમાં માહોલ બદલાયો છે.
અમેરિકા-ઈરાન સંઘર્ષની સંભાવના
પાકિસ્તાનમાં આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ISI ચીફ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જનરલ અસીમ મલિક, સધર્ન કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાહત નસીમ, લશ્કરી ગુપ્તચર વિભાગના ડિરેક્ટર જનરલ, ચીફ ઓફ જનરલ સ્ટાફ, ISIના DG અને ટોચના લશ્કરી જનરલો સામેલ હતા. આ બેઠકમાં અમેરિકા-ઈરાન સંઘર્ષની સંભાવના અને પાકિસ્તાન પર તેની અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું.
નિરીક્ષણ કરવા અપાઇ સૂચના
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે વરિષ્ઠ કમાન્ડરો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને ઉચ્ચ સતર્ક રહેવા અને પરિસ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરવા સૂચના આપી છે. ISI વડાને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ઈરાન, તુર્કી, કતાર, UAE, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ સ્ટેટ્સના અધિકારીઓ સાથે રાજદ્વારી અને સુરક્ષા સંપર્કો વધારવાનું પણ કામ સોંપવામાં આવ્યું છે.
વ્યૂહાત્મક અને રાજકીય પરિણામોનો સામનો
સૂત્રોના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા, કતાર અને તુર્કી સાથે મળીને પાકિસ્તાને વોશિંગ્ટનને જણાવ્યું છે કે, ઈરાન પર લશ્કરી હુમલો સમગ્ર પ્રદેશને અસ્થિર કરી શકે છે. જો કે, અધિકારીઓએ એ પણ સ્વીકાર્યું કે જો ટ્રમ્પ વહીવટીતંત્ર હુમલો કરે છે અને પાકિસ્તાન પાસેથી લોજિસ્ટિકલ સપોર્ટ માંગે છે, તો ઇસ્લામાબાદને ગંભીર વ્યૂહાત્મક અને રાજકીય પરિણામોનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચોઃ World News: Elon Muskની સ્ટારલિંક કેવી રીતે બની રહી છે યુદ્ધો અને વિરોધ પ્રદર્શનો માટે ગેમ-ચેન્જર?, જાણો













