દર વર્ષે, સપ્ટેમ્બર મહિનાના આગમન સાથે, વિશ્વના નેતાઓ પોતાનું ધ્યાન ન્યુ યોર્ક તરફ જાય છે. કારણ કે અતિ મહત્વની એવી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) શરુ થાય છે. આ સભામાં વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થાય છે અને ઘણા મહત્વપૂર્ણ ઠરાવો પસાર કરવામાં આવે છે. આ વર્ષે, મહાસભાનું 79મું સત્ર 9 સપ્ટેમ્બરના રોજ શરૂ થયું છે. આ દિવસે, નવા અધ્યક્ષે પોતાનું પદ સંભાળ્યું, કાર્યસૂચિ નક્કી કરવામાં આવી અને સંગઠનાત્મક કાર્ય શરૂ થયું.


દરેક દેશના નેતાને બોલવા માટે 15 મિનિટનો સમય આપવામાં આવે છે

શરૂઆતના દિવસોમાં, પ્રતિનિધિઓએ સમિતિઓ બનાવી, બેઠકો યોજી અને મુખ્ય ચર્ચા માટે તૈયારી કરી. ચર્ચા 23 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ. દરેક દેશના નેતાને બોલવા માટે 15 મિનિટનો સમય આપવામાં આવે છે, જોકે આ ભાષણો ક્યારેક લંબાઇ પણ જાય છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તેમના ભાષણમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું. તો ભારતે જવાબ આપવાના અધિકાર હેઠળ પાકિસ્તાન સામે વળતો અને કડક જવાબ પણ આપ્યો છે. જો કે, આજે, 27 ઓગસ્ટ, ભારતના વિદેશ પ્રધાન, ડૉ. એસ. જયશંકર, યોગ્ય જવાબ આપશે.

 ડૉ. જયશંકર રાત્રે 10 વાગે પોતાનું સંબોધન કરશે

ચર્ચા બે સત્રો સવારે 9 વાગ્યાથી બપોરે 2:45 વાગ્યા સુધી યોજાશે. ( ભારતીય સમય મુજબ સાંજે 6:30 થી રાત્રે 12.15 સુધી IST) અને બીજું સત્ર બપોરે 3 થી 9 ( ભારતીય સમય મુજબ રાત્રે 12.30 થી સવારે 6.30 સુધી IST) સુધી ચાલશે. ડૉ. જયશંકર ભારતીય સમય મુજબ આજે રાત્રે 10 વાગે વાગ્યે પોતાનું ભાષણ આપશે. તેઓ આજે 14મા વક્તા છે, અને જો અન્ય 13 વક્તાઓ વધુ સમય લેશે, તો તેમનું ભાષણ લંબાવવામાં આવી શકે છે. આ કાર્યક્રમ ન્યુ યોર્ક શહેરના મેનહટનમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોજાય છે. પૂર્વ નદીના કિનારે સ્થિત આ સંકુલ 1949 થી 1952 ની વચ્ચે બનાવવામાં આવ્યું હતું. નોંધપાત્ર રીતે, આ વિસ્તારને આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર માનવામાં આવે છે.

સુરક્ષા પરિષદ સુધારા પર G4 મંત્રીઓનું નિવેદન

ભારત, જર્મની, જાપાન અને બ્રાઝિલના વિદેશ મંત્રીઓએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેઓએ જણાવ્યું હતું કે સુરક્ષા પરિષદના કાયમી અને બિન-કાયમી સભ્યોની સંખ્યા વધારવી જોઈએ. ચારેય મંત્રીઓએ સાથે મળીને કામ કરવા અને આ દિશામાં શક્ય તેટલી વહેલી તકે આગળ વધવા માટે એક સંહિતાબદ્ધ સુધારા મોડેલ વિકસાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રની તાકાત અને અસરકારકતા વધારવા માટે આ પગલું આવશ્યક માનવામાં આવે છે.

બાંગ્લાદેશના મુહમ્મદ યુનુસ સામે વિરોધ

ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન બાંગ્લાદેશના કાર્યકારી મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસને વિરોધનો સામનો કરવો પડ્યો. વિરોધીઓએ તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, માંગ કરી કે તેઓ પાકિસ્તાનના છે અને પાછા જાય. વિરોધીઓ ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના સમર્થક હતા, જેઓ યુનુસની સરકાર પર લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓ પર હુમલાઓને મંજૂરી આપવાનો અને ભારત વિરુદ્ધ બોલવાનો આરોપ લગાવે છે. યુનુસે મહાસભાને જણાવ્યું હતું કે દેશમાં જન આંદોલન પછી તેમણે વિકાસ અને પરિવર્તન તરફ કામ કર્યું છે, પરંતુ રાજકીય પરિસ્થિતિ અનિશ્ચિત રહી.


  • Follow us on: