ભારતે રવિવારે કેટલાક સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવાઓને ખોટા ગણાવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકન લડાકુ વિમાનોએ ઈરાન સામે હુમલા કરવા માટે ભારતીય હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કર્યો હતો. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર બોમ્બમારો કર્યો હતો અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઈરાન બદલો લેશે તો વધુ હુમલા કરવામાં આવશે.
શું અમેરિકાએ ભારતીય એરસ્પેસનો ઉપયોગ કર્યો ?
PIB ફેક્ટ ચેકે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે દાવો કર્યો છે કે ઓપરેશન મિડનાઈટ હેમર દરમિયાન ઈરાન સામે હુમલા માટે અમેરિકાએ ભારતીય એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો. આ દાવો ખોટો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્યરત પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો (PIB)ના ફેક્ટ-ફાઈન્ડિંગ યુનિટે જણાવ્યું હતું કે ઓપરેશન મિડનાઈટ હેમર દરમિયાન અમેરિકા દ્વારા ભારતીય હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.
ભારતીય એરસ્પેસનો ઉપયોગ કર્યો હોવાનો દાવો ખોટો
સરકારની ફેક્ટ ચેક ટીમ PIB ફેક્ટ ચેકે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે દાવો કર્યો છે કે ઓપરેશન મિડનાઈટ હેમર દરમિયાન અમેરિકાએ ઈરાન પર બોમ્બમારો કરવા માટે ભારતીય એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો. આ સોશિયલ મીડિયા દાવો ખોટો છે. પીઆઈબીના ફેક્ટ-ફાઈન્ડિંગ યુનિટે કહ્યું છે કે ઓપરેશન મિડનાઈટ હેમર દરમિયાન અમેરિકાએ ભારતના એરસ્પેસનો ઉપયોગ કર્યો ન હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ ડેન કેને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે યુએસ વિમાનોએ કયો રસ્તો અપનાવ્યો હતો.
ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અમેરિકાએ 13 જૂનથી શનિવાર રાત્રે એન્ટ્રી કરી હતી. જેમાં અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ ઠેકાણાઓમાં ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાનનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને આ હુમલાઓની પુષ્ટિ કરી હતી. ટ્રમ્પે કહ્યું કે સૌથી મોટો હુમલો ફોર્ડો પર કરવામાં આવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે ફોર્ડો પરમાણુ સેવા હવે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે.