રાત્રે એક શખ્સે તેના ઘરમાં ઘૂસી નેન્સી પર છરીથી વાર કરી લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી ગયો હતો.

ઘરમાં પ્રેવશી કરી હત્યા

કેનેડામાં લાસેલ પોલીસના જણાવ્યા અનુસાર, 45 વર્ષીય નેન્સી ગ્રેવાલની છરી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના મંગળવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ તેના ઘરે બની હતી. પોલીસને માહિતી મળી હતી કે મંગળવારે રાત્રે કોઈ વ્યક્તિ વિન્ડસરમાં નેન્સી ગ્રેવાલના ઘરમાં પ્રવેશ્યો હતો. અને તેના પર છરીથી વાર કર્યો હતો. ત્યારબાદ નેન્સી ગ્રેવાલને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેણીનું મોત થયું હતુ.

કોણ હતી નેન્સી ગ્રેવાલ ?

પંજાબની કેનેડિયન રહેવાસી નેન્સી ગ્રેવાલ એક યુટ્યુબર હતી. 19 જાન્યુઆરીના રોજ જન્મેલી નેન્સીના ઇન્સ્ટાગ્રામ પર આશરે 12 હજાર ફોલોઅર્સ હતા. ભારત અને કેનેડા વચ્ચે વધતા વિવાદ દરમિયાન તેણીએ તેની યુટ્યુબ ચેનલ પર ઘણા વીડિયો અપલોડ કર્યા હતા. નેન્સી ગ્રેવાલ માત્ર યુટ્યુબર જ નહીં પરંતુ પંજાબ અને ભારત-કેનેડા સંબંધોને લગતા મુદ્દાઓ પર એક મક્કમ વક્તા પણ હતી.

ખાલિસ્તાની પ્રવૃત્તિઓને વખોડતી હતી નેન્સી

નેન્સીએ ભારત અને કેનેડા વચ્ચે વધતા તણાવ સામે વાત કરી હતી અને ખાલિસ્તાની વિચારધારાની સખત નિંદા કરી હતી. તેણીએ જેલમાં બંધ સાંસદ અમૃતપાલ સિંહ, અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયા અને ડેરા બિયાસના વડા ગુરિન્દર સિંહ ધિલ્લોન સામે પણ વાત કરી હતી. વધુમાં, તેણીએ ન્યાય માટે પણ લડત આપી હતી. જૂન 2025માં જ્યારે ભટિંડા પ્રભાવશાળી કંચન કુમારી, જેને કમલ કૌર ભાભી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું અચાનક અવસાન થયું, ત્યારે નેન્સીએ તેના માટે ન્યાયની માંગ કરી હતી.

હત્યા પહેલાની છેલ્લી પોસ્ટ

નેન્સી ગ્રેવાલની છેલ્લી પોસ્ટમાં તેણીએ શ્રી અકાલ તખ્ત સાહિબના જથેદાર વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. નેન્સીએ સતનામ સિંહ નામના વ્યક્તિના નિવેદનને ટેકો આપ્યો હતો. તેણીએ અકાલ તખ્તના જથેદારને ચેતવણી આપતા દેખાયા હતા કે, જ્યારે જનતા એકઠી થશે અને સાચા શીખો એકઠા થશે, ત્યારે તેઓ તેમને છોડશે નહીં. વધુમાં, અકાલ તખ્તના જથેદારના કપડાં વિશે ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટના સંકેતથી ખળભળાટ, ટેરિફ લાદવા અંગે શું કહ્યુ?, જાણો