આ હુમલાઓ તેજ થતા જોઇને અહીંના મંદિર, ગુરુદ્વારા અને ચર્ચ બંધ કરાયા છે.

દુબઇના પ્રવાસન વિભાગને અસર

યુદ્ધમાં ઇરાને દુબઇને ડરાવી દીધુ છે. ઇરાનનો ખૌફ દુબઇમાં સ્પષ્ટપણે જોવા મળે છે. અહીંના પ્રવાસન વિભાગને ઇરાને અસ્તવ્યસ્ત કર્યુ છે. અગાઉ જ દુબઇ આર્થિક સંકટમાં ફસાયેલું હતુ. પરંતુ હવે ઇરાનના મિસાઇલ અને ડ્રોન હુમલાથી અહીં સ્થિતિ વધુ બગડી છે. સ્થાનિકોને સુરક્ષિત કરવા માટે દુબઇ તંત્રએ અહીંના મંદિર, ગુરુદ્વારા અને ચર્ચ બંધ કર્યા છે. સત્તા ધારકો આ મામલે સ્થાનિકોને માહિતી આપી રહ્યા છે.

સ્થાનિકોની સુરક્ષા એ જ પ્રાથમિકતા

દુબઇમાં મંદિર પ્રશાસને ભક્તો માટે જાહેરાત કરી છે કે, સુરક્ષાના કારણોસર દુબઇના મંદિરો આગામી સૂચના સુધી બંધ રાખવામાં આવશે. જેના માટે તેઓએ ભક્તો પાસે માફી માગી હતી. તો આ તરફ, ગુરુનાનક કમીટી દ્વારા પણ કહેવામાં આવ્યુ છે કે, તેઓ પણ આગામી સુચના સુધી ગુરુદ્વારાના દ્વાર બંધ રાખશે. આ તમામ સૂચનાનું પાલન કરવા માટે સ્થાનિકોને જાણ કરાઇ હતી. કારણ કે, તેમના માટે ભક્તોની સુરક્ષા સૌથી વધુ મહત્ત્વની છે.

ભગવાનના સ્થાન કેમ કરાયા બંધ ?

1. અમેરિકા અને ઇરાનની વચ્ચે યુદ્ધવિરામ મામલે કોઇ કરાર નથી થયા. જેના કારણે યુદ્ધનો માહોલ વધુ તેજ બનશે. જેના લીધે ખાડી દેશ સતર્ક છે. કારણ કે, ઇરાનના હુમલાઓ ખાડી દેશ પર જ સૌથી વધુ છે.

2. ઇરાનના નાગરિકોના ઠેકાણા પર નિશાન સાધવામાં આવી રહ્યુ છે. ચીની ડ્રોનથી પણ હુમલાના પુરાવા મળ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે, આ હુમલો યુએઇ તરફથી કરવામાં આવ્યો છે. આ જ કારણોસર ઇરાનના નિશાને દુબઇ છે.

3. યુદ્ધમાં ઇરાને દુબઇ પર 2 હજાર કરતા વધુ હુમલાઓ કર્યા છે. યૂએઇમાં પણ સૌથી વધુ હુમલો દુબઇ, શારજહા અને અબૂ ધાબી પર કરાયા છે. દુબઇ પર હુમલાનો સતત ખતરો યથાવત્ છે.

આ પણ વાંચોઃ  ભારત માટે સંજીવની સમાન છે આ દેશ, દરેક વિકટ પરિસ્થિતિમાં આપ્યો છે સાચા મિત્રની જેમ સાથ