દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં કોકપીટ પર થયેલા હુમલા અને હાઇજેક જેવા ગંભીર પ્રયાસ બાદ એક મોટો સવાલ એ ઉભો થયો હતો કે, જો આ ફ્લાઇટના સત્તાવાર ઓપરેટિંગ ક્રૂમાં માત્ર બે જ પાઇલટ (કેપ્ટન સ્મિત માછર અને ઓમાની કો-પાયલોટ) સામેલ હતા, તો પછી વિમાનમાં અન્ય બે વધારાના પાઇલટ ક્યાંથી આવ્યા અને સુરક્ષિત રીતે વિમાન કોણે ઉતાર્યું? આ રહસ્ય પાછળ ઉડ્ડયન જગતની "ડેડહેડિંગ" (Deadheading) પ્રક્રિયા જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
દરેક ફ્લાઇટમાં ચાર પાઇલટ હોતા નથી
મીડિયા રિપોર્ટના અહેવાલ પ્રમાણે દરેક ફ્લાઇટમાં ચાર પાઇલટ હોતા નથી. આ એક માત્ર સંયોગ હતો કે તે ફ્લાઇટમાં બે વધારાના તાલીમ પામેલા પાઇલટ્સ પણ મુસાફરી કરી રહ્યા હતા, જેમના કારણે કટોકટીના સમયે મોટો અનર્થ ટળી ગયો. જો તેઓ એ ફ્લાઇટમાં ન હોત, તો પરિસ્થિતિ ખૂબ જ ભયાનક બની શકતી હતી.
પાયલટ હમ્માની પહોંચ્યો કેવી રીતે
ઉડ્ડયન ભાષામાં "ડેડહેડિંગ" નો અર્થ એ થાય છે કે જ્યારે કોઈ એરલાઇન પાઇલટ કે ક્રૂ સભ્ય પોતાની આગામી ફરજ (Duty) માટે અન્ય કોઈ જગ્યાએ મુસાફરી કરી રહ્યા હોય, પરંતુ તેઓ તે વિમાન ઉડાવવા માટે જવાબદાર નથી હોતા. આ કિસ્સામાં પણ એવું જ હતું; બંને વધારાના પાઇલટ્સ દુબઈથી તેલ અવીવ પહોંચ્યા બાદ ત્યાંથી પાછા દુબઈ આવતી ફ્લાઇટની કમાન સંભાળવાના હતા. તેથી, તેઓ FZ1073 ફ્લાઇટમાં મુસાફર તરીકે સવાર થયા હતા, પરંતુ તેઓ સામાન્ય મુસાફરો ન હોઈ પ્રશિક્ષિત એરલાઇન કર્મચારી હતા.
થાક અને નિયમોને ધ્યાનમાં રાખીને રખાય છે ક્રૂ મેમ્બર
સામાન્ય રીતે દરેક ફ્લાઇટમાં બે જ ઓપરેટિંગ પાઇલટ (કેપ્ટન અને ફર્સ્ટ ઓફિસર) હોય છે, જોકે લાંબા અંતરની ફ્લાઇટ્સમાં પાઇલટના થાક અને નિયમોને ધ્યાનમાં રાખીને વધારાના ક્રૂ રખાય છે. પરંતુ આ ઘટનામાં ડેડહેડિંગ દ્વારા પ્રવાસ કરી રહેલા આ બે પાઇલટોની ઉપસ્થિતિ કુદરતી ચમત્કાર સાબિત થઈ, કારણ કે મુખ્ય કેપ્ટન પર હુમલો થયા બાદ આ પાઇલટોએ તાત્કાલિક સ્થિતિ સંભાળીને વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું.
આ પણ વાંચોઃ DIY Hacks: પૂજાના ફૂલોને ફેંકશો નહીં, ઘર બેઠા બનાવો સુગંધિત અને Eco-Friendly ધૂપ