અમેરકામાં 2 એપ્રિલનો દિવસ આર્થિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે યાદ કરવામાં આવે છે.અંદાજે 232 વર્ષ પહેલાં, 2 એપ્રિલ 1792ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસ દ્વારા “કોઇનેજ એક્ટ” પસાર કરવામાં આવ્યો હતો, જેના આધારે અમેરિકાની પ્રથમ સત્તાવાર ટંકસાળની સ્થાપના કરવામાં આવી. આ નિર્ણયએ યુનાઇટેડ સ્ટેટ્સના નાણાકીય ક્રાંતિમાં એક મોટું પરિવર્તનનું આવ્યું હતું.

અમેરિકા પાસે પોતાના સિક્કાઓ નહોતા

આ ક્રાંતિ પહેલા અમેરિકામાં પોતાના સિક્કાઓ નહોતા. વેપાર અને દૈનિક વ્યવહારો માટે મુખ્યત્વે યુરોપમાંથી આવતા વિદેશી સિક્કાઓનો ઉપયોગ થતો હતો.સાથે અલગ અલગ રાજ્યો પોતાની રીતે કાગળની નાણાં પ્રચલિત કરતા હતા, જે એક સુવ્યવસ્થિત નાણાકીય પ્રણાલીને અવરોધતું હતું. “કોઇનેજ એક્ટ” પસાર થતાં જ દેશ માટે એક સેન્ટ્રલાઇઝ્ડ મોનેટરી સિસ્ટમ બનાવવાની શરૂઆત થઈ.

ટંકશાળ મતલબ સિક્કા બનાવવાનું કારખાનું

 પ્રથમ ફેડરલ ટંકસાળની સ્થાપના તે સમયની રાજધાની ફિલાડેલ્ફિયામાં કરવાની મંજૂરી આપવામાં આવી હતી.તે સમયે ટંકશાળના ડિઝાઇન અને સિક્કાના ચિહ્નોને લઈને પણ વિશેષ ચર્ચા થઈ હતી.શરૂઆતમાં સિક્કા પર તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટનનો ફોટો મૂકવાની સલાહ આપવામાં આવી હતી,પરંતુ વોશિંગ્ટને આ વિચારને “રાજશાહી જેવી પ્રથા” કહીને નકારી કાઢ્યો હતો.

સિક્કાની ડિઝાઈન નક્કી કરાઈ

ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું કે તમામ સિક્કાઓ પર ‘સ્વતંત્રતાનું પ્રતિક’ દર્શાવતું ચિહ્ન હોવું જોઈએ. આથી સિક્કાઓ પર સામાન્ય રીતે “લેડી લિબરટી” નું ચિત્ર મૂકવામાં આવતું હતું.સોના અને ચાંદીના સિક્કાઓ પર એક ગરુડ (ઈગલ) અને “યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા” શબ્દો દર્શાવવાના નિયમ પણ નક્કી કરવામાં આવ્યા.

ટંકશાળના પ્રથમ ડિરેક્ટર તરીકે નિમણૂક

આ અધિનિયમ અમલમાં આવ્યા પછી થોડા જ દિવસોમાં,વોશિંગ્ટને વિખ્યાત વૈજ્ઞાનિક અને રાજકારણી ડેવિડ રિટનહાઉસને ટંકશાળના પ્રથમ ડિરેક્ટર તરીકે નિમણૂક કરી.તેમને દર વર્ષે 2,000 ડોલરનું વેતન આપવામાં આવતું હતું. રિટનહાઉસે લગભગ ત્રણ વર્ષ સુધી ટંકશાળનું સંચાલન કર્યું અને તેમની કામગીરી પણ સ્થાનિકોએ વખઆણી હતી.

સિક્કા માટે ઘરેલુ વાસણમાંથી ચાંદી લેવાતી

અમેરિકામાં સૌથી પહેલા જે સિક્કા બનાવવામાં આવ્યા હતા તે “હાફ ડાઇમ” તરીકે ઓળખાતા ચાંદીના સિક્કા હતા. આ સિક્કાઓમાં ઉપયોગમાં લેવાયેલા ચાંદીના સ્ત્રોત વિશે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી.પરંતુ કેટલીક માહિતી મુજબ આ ચાંદી પોતે જ વોશિંગ્ટન દ્વારા દાનમાં આપવામાં આવી હતી.આ ચાંદી માર્થા વોશિંગ્ટન અને જ્યોર્જ વોશિંગ્ટનના ઘરેલુ વાસણોમાંથી લેવામાં આવી હતી તેનું પણ માનવામાં આવતું.

 અમેરિકાની આર્થિક વ્યવસ્થાને નવી દિશા મળી

શરૂઆતના આ સિક્કાઓ સામાન્ય જનતા માટે નહીં પરંતુ ગણમાન્ય વ્યક્તિઓને વિતરણ માટે બનાવવામાં આવ્યા હતા.સામાન્ય પ્રચલન માટેના પ્રથમ સિક્કા માર્ચ 1793માં બનાવવામાં આવ્યા.જેમાં 11,178 તાંબાના “સેન્ટ” સામેલ હતા.આજના સમયમાં, અમેરિકાની ટંકશાળ દેશભરના ચાર મુખ્ય ઉત્પાદન કેન્દ્રોમાં દર વર્ષે 10 અબજથી વધુ સિક્કાઓનું ઉત્પાદન કરે છે. આ સમગ્ર યાત્રા 1792ના કોઈનેજ એક્ટ કાયદાથી શરૂ થઈ હતી.જેણે અમેરિકાની આર્થિક વ્યવસ્થાને એક નવી દિશા આપી.

આ રીતે, 2 એપ્રિલનો દિવસ માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ આધુનિક નાણાકીય પ્રણાલીના વિકાસમાં એક મહત્વપૂર્ણ પાસુ છે.

આ પણ વાંચો: Iran સાથે કોઈ ડિલ નહીં, તેને પરમાણુ શક્તિ નહીં બનવા દઈએ: ડોનાલ્ડ ટ્રમ્પ