ઇઝરાયલનુ કહેવુ છે કે હમાસે ગાઝા યુદ્ધ વિરામ હેઠળ પહેલા સાત બંધકોને રેડ ક્રોસને સોંપવામાં આવ્યા છે. શાંતિ યોજના હેઠળ હમાસે 20 ઇઝરાયલી બંધકોને મુક્ત કરવાના છે. આ પશ્ચિમ એશિયાને અસ્થિર કરવા વાળા 2 વર્ષના વિનાશકારી યુદ્ધને સમાપ્ત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. બંધકોની મુક્તિના સમાચારથી ઇઝરાયલમાં લોકો ખૂબ જ ખુશ છે અને અહિંયા ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. હમાસે કહ્યુ કે 1,900 ફિલીસ્તીની કેદીઓ સામે 20 જીવિત બંધકોને મુક્ત કરવામાં આવી રહ્યા છે. ગાઝા પીસ પ્લાનમાં અમેરિકાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ભૂમિકા રહી છે.

ઇઝરાયલ ટ્રમ્પને આપશે સન્માન

આ વચ્ચે ઇઝરાયલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સર્વોચ્ય નાગરિકા સમ્માન આપશે. ઇઝરાયલી રાષ્ટ્રપતિ ઇસહાક હર્જોગના કાર્યાલયનુ કહેવુ છે કે ત્યાં બંધકોને ઘરે પાછાં લાવવાના તેમના પ્રયાસો માટે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઇઝરાયલનુ સર્વોચ્ય નાગરિક સમ્માન, ઇઝરાયલી પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ઓનર પ્રદાન કરશે.

આવી રીતે થઇ હતી યુદ્ધની શરૂઆત

યુદ્ધની શરૂઆત 7 ઓકટોબર 2023 હમાસ અને ઇઝરાયલ પર કરવામાં આવેલા હુમલા બાદ થઇ હતી. આ આતંકી હુમલામાં લગભગ 1200 લોકો માર્યા ગયા હતા અને 251 લોકોને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. ઇઝરાયલના જવાબી સૈન્ય હુમલામાં હજારો લોકો માર્યા ગયા હતા. ગાઝા તબાહ થઇ ગયો હતો. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ગાઝામાં 67 હજારથી વધુ લોકો માર્યા ગયા છે અને લગભગ 1,70,000 ઘાયલ થયા છે.


મુક્ત થનારા બંધકોની યાદી જાહેર કરવામાં આવી છે.

હમાસ અને ગાઝાના ભવિષ્યને લઇને હજુ પણ અનેક સવાલ ઉભા છે. આ વચ્ચે હમાસે મુક્ત કરનારા બંધકોનું લિસ્ટ જાહેર કર્યુ છે. હાલ આમાંથી 7 લોકોને મુક્ત કરવામાં આવ્યા છે. આ વિશે જાણકારી સામે નથી આવી. 
  • Follow us on: