અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીન કાર્ડ લોટરી કાર્યક્રમને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો . પીટીઆઈના અહેવાલ મુજબ, આ પગલું એવા ખુલાસાઓને કારણે લેવામાં આવ્યું છે.જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બ્રાઉન યુનિવર્સિટી અને એમઆઇટી સાથે જોડાયેલા ફાયરિંગે એક સંદિગ્ધને આ જ લોટરી સિસ્ટમ દ્વારા અમેરિકામાં પ્રવેશ મળ્યો હતો.
સુરક્ષા પર ઉઠ્યા અનેક સવાલ
ટ્રમ્પે આ નિર્ણયને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડતા કહ્યુ કે ગ્રીન કાર્ડ લોટરી જેવા કાર્યક્રમો દ્વારા અમેરિકામાં આવનારાની દરેક માહિતી વિશે ઉંડી તપાસ થવી જરૂરી છે. તેમનુ માનવુ છે કે હાલની પ્રાણલીમાં ખૂબ જ ખામીઓ જોવા મળી રહી છે.જેનો ખોટો ફાયદો ઉઠાવવામાં આવી શકે છે.













