આ વખતે તેમના નિશાને કેનેડા અને ચીન વચ્ચે વધી રહેલા સારા સબંધ છે . ટ્રમ્પે કહ્યું, “ચીન તેના ખૂબ નજીક જનાર બધાને ગળી જશે,” અને આ ટિપ્પણીને સીધા કેનેડા-ચીન સંબંધો સાથે જોડીને લઇ રહ્યા છે.
ગ્રીનલેન્ડ, વ્યૂહાત્મક અને આર્થિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આર્કટિક વિસ્તાર, ખાસ કરીને ગ્રીનલેન્ડ, વ્યૂહાત્મક અને આર્થિક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ બની રહ્યો છે. ગ્રીનલેન્ડમાં દુર્લભ ખનિજ સંસાધનો, નવી સમુદ્રી વેપારી માર્ગો અને સૈન્ય મહત્વને કારણે અમેરિકા, ચીન અને યુરોપિયન દેશોની નજર ટકી છે. આ સંદર્ભમાં ટ્રમ્પે ચેતવણી આપી કે ચીન પોતાના આર્થિક રોકાણ અને કૂટનીતિક સંબંધો દ્વારા ધીમે ધીમે દેશો પર પ્રભાવ વધારતું જાય છે.
ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ચીન પહેલા વેપાર અને રોકાણના નામે નજીક આવે
ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ચીન પહેલા વેપાર અને રોકાણના નામે નજીક આવે છે અને બાદમાં રાજકીય તથા વ્યૂહાત્મક નિયંત્રણ સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. તેમના કહેવા મુજબ કેનેડા જેવા દેશોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે ચીન સાથે અતિશય નજીકતા ભવિષ્યમાં જોખમરૂપ સાબિત થઈ શકે છે. ટ્રમ્પે ઉમેર્યું કે તેમના કાર્યકાળ દરમિયાન અમેરિકાએ ચીન સામે કડક વલણ અપનાવ્યું હતું અને આજેય તેવી જ નીતિની જરૂર છે.
ટ્રમ્પનું આ નિવેદન ચેતવણી સમાન
નિષ્ણાતો માને છે કે ટ્રમ્પનું આ નિવેદન માત્ર કેનેડા માટે નહીં, પરંતુ તે તમામ દેશો માટે ચેતવણી સમાન છે જે ચીન સાથે મોટા પાયે આર્થિક ભાગીદારી કરી રહ્યા છે. બીજી તરફ, કેનેડા અને ચીન બંને દેશોએ હાલ આ નિવેદન પર સીધી પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે. ગ્રીનલેન્ડ વિવાદ અને આર્કટિક વિસ્તારમાં વધતી ભૂ-રાજકીય સ્પર્ધા વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન વૈશ્વિક શક્તિ સંતુલન અને ચીનની વધતી ભૂમિકા અંગેની ચર્ચાને ફરી એકવાર તેજ બનાવે છે.
આ પણ વાંચો: Greenland Dispute: ગ્રીનલેન્ડ ડીલ નહીં તો ટેક્સ આપો, ટ્રમ્પે 8 યુરોપિયન દેશો પર 10% ટેરિફ લાદ્યો













