આ આર્મી જનરલે અમેરિકામાં જ કોમ્બેટ તાલીમ લીધી છે. અને ડોનાલ્ડ ટ્રમ્પની સેના અને રણનીતિ વિશે સારી રીતે જાણે છે.
ડોનાલ્ડ ટ્ર્મ્પની બાળહઠ
ગ્રીનલેન્ડ મામલે ડોનાલ્ડ ટ્રમ્પની જીદ વધતી રહી છે. તેઓ NATOના નિયમોને ભૂલીને કોઇપણ કિંમતે ગ્રીનલેન્ડને હાંસલ કરવા ઇચ્છે છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યુ છે કે, જો ગ્રીનલેન્ડ મામલે વાત ન બને તો તેઓ સેનાનો ઉપયોગ કરશે. ટ્રમ્પની આ ધમકી બાદ ગ્રીનલેન્ડની સુરક્ષા વધારવામાં આવી છે. કેટલાય યૂરોપીય દેશ પોતાની સેના ગ્રીનલેન્ડ મોકલી રહી છે. તો બધાની સાથે ડેનમાર્કે પોતાનો હુકમનો એક્કો જંગના મેદાનમાં ઉતાર્યો છે.
કોણ છે Peter Harling Boysen?
ડેનમાર્કની રોયલ ડેનિશ આર્મીના આ અધિકારીનું નામ પીટર હાર્લિંગ બોયસેન છે. જેણે 1 મે 2024ના રોજ મેજર જનરલના પદ સાથે ચીફ ઓફ ધ આર્મી કમાંડનું પદ સંભાળ્યુ હતુ. મેજર જનરલ અને ડેનિશ આર્મી કમાન્ડના પ્રમુખે યૂનાઇટેડ કિંગડમના એડવાન્સ્ડ કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. અહીંનું ભણતર અમેરિકાની સેનાની રણનીતિ પર આધારિત છે. પીટર 88 હજાર સૈનિકોના એકમાત્ર બોસ છે. પીટર બોસયેનના ઇશારે ડેનમાર્કની સેના હરકતમાં આવી શકે છે. પીટરે પોતાનું જીવન દારુગોળો અને બારુદ વચ્ચે વ્યતિત કર્યુ છે.
અમેરિકામાંથી મેળવી છે તાલીમ
પીટરના જીવનનો મોટો ભાગ અમેરિકામાં વિત્યો છે. NATOના મિશનોમાં તેઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે. તેઓ NATOના સૌથી મોટા લીડર અમેરિકા છે. જેના કારણે પીટરને અમેરિકા સેનાની કામ કરવાની રીત, રણનીતિ અંગે માહિતી છે. પીટરનું સૈન્ય સફર 1983માં શરુ થયુ હતુ. તેમની પાસે આંતરરાષ્ટ્રીય સ્તર પર કામ કરવા માટેનો અનુભવ છે. તેઓ સ્પેશય ફોર્સના બેતાજ બાદશાહ છે. પીટરે વર્ષો સુધી ઓપરેશન કમાન્ડનું નેતૃત્ત્વ કર્યુ છે. તેઓ 'મલ્ટીનેશનલ કોર્પ્સ નોર્થઇસ્ટ'ના ડેપ્યુટી કમાન્ડર રહી ચુક્યા છે.
