પાર્ટીએ સરકારી તંત્રની સંડોવણીનો આરોપ લગાવતા આંદોલનની ધમકી આપી છે. આ હત્યાથી બાંગ્લાદેશી રાજકારણ ગરમાયું છે.
પોલીસ ચાર્જશીટ ફગાવાઇ
બાંગ્લાદેશમાં ઇન્કલાબ મંચે તેના નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા કેસમાં દાખલ કરાયેલી પોલીસ ચાર્જશીટને નકારી કાઢી છે. મંચે આરોપ લગાવ્યો છે કે સરકારી તંત્ર હત્યામાં સામેલ છે. પાર્ટીએ ચેતવણી આપી છે કે જો ન્યાય નહીં મળે તો લોહી વહેવડાવનારાઓને લોહીથી બદલો લેવાની ફરજ પાડવામાં આવશે. ઢાકા મેટ્રોપોલિટન પોલીસે હત્યા કેસના મુખ્ય આરોપી ફૈઝલ કરીમ મસૂદ સહિત 17 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.
ઇન્કલાબ મંચના સેક્રેટરીની પ્રતિક્રિયા
ઇન્કલાબ મંચના સેક્રેટરી અબ્દુલ્લા અલ જાબેરે જણાવ્યું હતું કે ફક્ત એક પાગલ જ એવું માનશે કે હાદીની હત્યા વોર્ડ કાઉન્સિલરના કહેવાથી કરવામાં આવી હતી. અમારો પક્ષ પોલીસ ચાર્જશીટ સ્વીકારતો નથી. જાબેરે દાવો કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે સમગ્ર ગુનાહિત ગેંગ અને સરકારી તંત્ર હત્યામાં સામેલ છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી આ લોકોને સજા ન મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે.
હાદીની માથામાં વાગી હતી ગોળી
ઇન્કલાબ મંચના પ્રવક્તા હાદી જુલાઈ-ઓગસ્ટ 2024ના વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રસિદ્ધિ થયા હતા. જેના કારણે શેખ હસીનાની સરકાર પડી ભાંગી હતી. 12 ડિસેમ્બરે ઢાકામાં પ્રચાર કરતી વખતે હાદીની માથામાં ગોળી વાગવાથી હત્યા કરવામાં આવી હતી. તેઓ 12 ફેબ્રુઆરીની સંસદીય ચૂંટણીના ઉમેદવાર પણ હતા. તેમને સારવાર માટે સિંગાપોર લઈ જવામાં આવ્યા હતા, પરંતુ 18 ડિસેમ્બરે તેમનું અવસાન થયું હતુ.
આ પણ વાંચોઃ પોતાના નિર્ણયોથી દુનિયામાં હડકંપ મચાવનારા Donald Trump વકીલોથી કેમ છે પરેશાન?, જાણો
