ઓપરેશન સિંદૂરથી હાર્યા બાદ પણ પાકિસ્તાન સુધરતુ નથી. પાકિસ્તાનના નેતાઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં બાકાત નથી રહેતા. હાલમાં જ બે દિવસ પહેલાં અસીમ મુનીરે પોતાને પ્રમોશન મળવાને જીત સાથે જોડી દીધુ. અને ભારતને ન્યુક્લિઅર હુમલાની ધમકી પણ આપી. આ ધમકી બાદ તે દરેક તરફથી ઘેરાયા છે. ફીલ્ડ માર્શલની ધમકી બાદ પેંટાગનના પૂર્વ અધિકારી માઇકલ રૂબિનનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે મુનીરની જીભને ઓસામા બિન લાદેનની જીભ ગણાવી અને કહ્યું કે તે શૂટ પહેરેલા ઓસામા બિન લાદેન છે.


ડોનાલ્ડ ટ્રમ્પને ખરીદી અને વેચાણના વ્યસની ગણાવ્યા

પેંટાગનના પૂર્વ અધિકારી માઇકલ રૂબિને ટ્રમ્પ અને આસિમ મુનીરને લઇને મોટું નિવેદન આપ્યુ છે. તેમણે મુનીરને શૂટ પહેરેલા ઓસામા બિન લાદેન ગણાવ્યા. રૂબિને કહ્યુ કે જે રીતે પાકિસ્તાન અડધી દુનિયાને પરમાણુ હથિયારોની ધમકી આપી રહ્યુ છે. તો હવે સમય આવી ગયો છે કે અમેરિકા બીજી નીતિઓ પર પણ વિચાર કરે. તેમણે એમ પણ કહ્યુ છે કે મુનીર અમેરિકાથી દુનિયાને આવી ધમકીઓ આપી રહ્યો હતો. તેને તરત જ દેશમાંથી કાઢી મૂકવો જોઈતો હતો.


મુનીરના અમેરિકાના વિઝા કેન્સલ થાય

માઇકલ રૂબિને કહ્યુ કે અમેરિકા આંતકવાદના વિરૂદ્ધ છે. તો બીજી તરફ અસીમ મુનીર ઓસામા બિન લાદેનની જેમ છે. તેમણે મુનીરની ભાષાને અરાજકતા ફેલાવનાર ગણાવી. જ્યારે તે આવા પ્રકારની ભાષા બોલી રહ્યા હતા ત્યારે જ તેમને અમેરિકામાંથી બહાર નિકાળી દેવા જવા હતા. સાથે જ તેમના અમેરિકાના વિઝા પણ કેન્સલ કરવાના હતા. આ સિવાય, બ્રિટિશ રાજનૈતિક ટિપ્પણીકાર અને લેખક ડેવિડ વેન્સે પણ અસીમ મુનીરના નિવેદનની આલોચના કરી હતી. તેમણે કહ્યુ કે, પાકિસ્તાનની આદત છે કે તે પરમાણુ હથિયારોની ધમકી આપતુ રહે છે. 

  • Follow us on: