હેલિકોપ્ટરમાં મૃતદેહ લઇને હેલિકોપ્ટર કાઠમાંડુથી આવી રહ્યુ હતુ.
ખોતાંગ જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશ
નેપાળના ખોતાંગમાં લેન્ડિંગ સમયે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. ખોતાંગમાં આવેલા એક ખેતરમાં આ હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ. હેલિકોપ્ટરની અંદર એક મૃતદેહ હતો. જે લઇને હેલિકોપ્ટર કાઠમાંડુથી આવી રહ્યુ હતુ. પરંતુ આ સમયે હેલિકોપ્ટરનું સંતુલન ખરાબ થતા તે ક્રેશ થયુ હતુ. આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. સ્થાનિક તંત્રે રાહત-બચાવ કાર્ય શરુ કર્યુ છે.
રાહત-બચાવ કાર્ય શરુ
ખોતાંગ જિલ્લાના અધિકારીએ કહ્યુ હતુ કે, હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાની માહિતી મળતા સ્થાનિક ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. અને મદદ માટે પ્રક્રિયા હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. નેપાળના પર્વતીય વિસ્તારોમાં આ પ્રકારની ઉડાન સામાન્ય હોવાનું અધિકારીએ કહ્યુ હતુ. પરંતુ સાથે જ વાતાવરણમાં તુરંત પરિવર્તન આવતા ઉડાન સમયે મુશ્કેલી આવી શકે છે.
દુર્ઘટનાની તપાસ શરુ
નેપાળના ખોતાંગ જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશ થતા તેની તપાસ શરુ કરાઇ છે. જેને લીધે વહેલી તકે ક્રેશ થવાનું કારણ જાણી શકાશે. ખરાબ વાતાવરણ, ટેક્નિકલ સમસ્યા કે પછી લેન્ડિંગ સમયે કોઇ મુશ્કેલી સર્જાઇ હતી. આ બાબતો તપાસ બાદ સ્પષ્ટ થશે.
આ પણ વાંચોઃ Americaનો Hormuz Strait પાસે ઈરાની મિસાઈલ સ્થળો પર હુમલો, 2200 કિલોગ્રામના બંકર-બસ્ટર બોમ્બ ફેંકાયા













