જાપાનમાં સાને તાકાઇચી દેશની પહેલી મહિલા વડાપ્રધાન બની છે. 64 વર્ષીય તાકાઇચી વડાપ્રધાનના રૂપમાં શિગેરૂ ઇશિબાની જગ્યા લેશે. જાપાનમાં આ ઐતિહાસિક નિર્ણયના રૂપમાં જોવામાં આવી રહ્યુ છે.
જાપાનને મળી પ્રથમ મહિલા વડાપ્રધાન
જાપાનની સંસદે મંગળવારે અત્યંત રુઢિવાદી નેતા સાને તાકાઈચીને દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે પસંદ કરી છે. ‘લિબરલ ડેમોક્રેટિક પાર્ટી ’ની પ્રમુખ 64 વર્ષીય તાકાઈચી, વડાપ્રધાન તરીકે શિગેરુ ઈશિબાની જગ્યા લેશે, જેઓએ બે વાર ચૂંટણીમાં હાર બાદ રાજીનામા આપવાનું પડ્યું હતું. આ પહેલાં એલડિપીએ ‘#ChangeLDP’ના નારા હેઠળ સાને તાકાઈચીને પોતાની નવી નેતા તરીકે પસંદ કરી હતી. જાપાન માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. તાકાઈચી ન માત્ર LDPની પ્રથમ મહિલા નેતા બની છે, પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદના સમયગાળામાં એ પસંદગી પામેલા નેતાઓમાં પણ સામેલ હતી જેમણે કોઇ રાજનૈતિક પૃષ્ઠભૂમિ ન હોવાને કારણે ઉંચુ રાજકીય સ્થાન હાસિલ કરી છે.
પીએમ મોદીએ આપી શુભેચ્છા
જાપાનના વડાપ્રધાન બનવા પર સાને તાકાઇચીને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર ટ્ટીટ કરીને કહ્યુ કે, સાને તાકાઈચી, જાપાનના વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવતા આપને દિલથી અભિનંદન! હું ભારત-જાપાનના વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે આપ સાથે મળીને કામ કરવા આતુર છું. આપણા ઊંડા થતા સંબંધો હિન્દ-પ્રશાંતિ ક્ષેત્ર અને તેના બહાર શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે ખૂબ મહત્વ ધરાવે છે.
તાકાઇચી સામે કયા પ્રકારના રહેશે પડકારો
જાપાનની ઘટતી વસ્તી અટકાવવી અને દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં નવી ઊર્જા લાવવી સામેલ છે. તેમજ, બંને સંસદીય ગૃહોમાં અલ્પમત હોવાથી, નવી સરકારે કાયદો પસાર કરવા માટે અન્ય પક્ષોની સમર્થન જરૂર પડશે. તાકાઈચી અગાઉથી આક્રમક નાણાકીય નીતિઓ અને સરકારી ખર્ચમાં વધારો કરવાની સમર્થક રહી છે.જે તેમના ગુરુ, પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની ‘આબેનોમિક્સ’ નીતિને અનુસરે છે.
સાને તાકાઈચી વિશે થોડી જાણકારી
તાકાઈચી હેવી મેટલ ડ્રમર અને એક પણ બાઇકર રહી ચુકી છે. તેમણે 1993માં પોતાના ગુહર્નગર નારાથી પહેલીવાર ચૂંટાઈને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.ત્યારથી લઈને તેમણે આર્થિક સુરક્ષા, અંતરિક બાબતો, અને લૈંગિક સમાનતા જેવા મહત્વના વિભાગોનું નેતૃત્વ કર્યું છે. તેઓ માર્ગરેત થેચરને પોતાની રાજકીય આદર્શ માને છે. તાકાઇચીને મોટાં સ્તર પર વિદેશી મામલામાં કટ્ટર માનવામાં આવે છે.