અમેરિકાએ જણાવ્યુ છે કે, તેઓ નાના જહાજોને નિશાન બનાવશે નહી.

અમેરિકા આકરા પાણીએ

હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાએ નાકાબંદી શરુ કરી છે. હોર્મુઝ ડેડલાઇન ખતમ થયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી છે. તેઓએ જણાવ્યુ છે કે, નાકાબંદી પાસે જહાજ આવ્યા તો નષ્ટ કરીશુ અને સાથે જ કહ્યુ છે કે, ઇરાનની સેના તબાહ થઇ ચુકી છે. ઇરાન સાથે વાતચીત નિષ્ફળ થયા બાદ અમેરિકા પોતાના પાંસા ફેંકી રહ્યુ છે. અને પોતાની જોહુકમી ચલાવી રહ્યુ છે.

ઇરાને કરી ગર્જના

તો આ તરફ, ઇરાને પણ ગર્જના કરી છે. તેણે જણાવ્યુ છે કે, તેઓ ખાડીના બધા બંદરોને ઉડાવી દેશે. ઈરાનના રેડિયો અને ટીવી પર ગર્જના કરતા એઈ અને સાઉદી અરેબિયા હચમચી ગયા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન પર દરિયાઈ નાકાબંધીની જાહેરાત બાદ, તેહરાને અત્યાર સુધીની સૌથી ભયાનક ચેતવણી આપી છે. તેમના બંદરોને નિશાન બનાવવામાં આવશે, તો સાઉદી અરેબિયા અથવા UAEમાં કોઈ બંદર સુરક્ષિત રહેશે નહીં.

ચાંચિયાગીરી વિરુદ્ધ નાકાબંધી

યુએસ સૈન્ય અનુસાર, નાકાબંધી 1400 GMT વાગ્યે અમલમાં આવી હતી. ટ્રમ્પનો ધ્યેય ઈરાનના અર્થતંત્રને લકવાગ્રસ્ત કરવાનો છે. પરંતુ ઈરાન તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન અને ચાંચિયાગીરી કહી રહ્યું છે. ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના પ્રવક્તા ઈબ્રાહિમ રેઝાઈએ ટ્રમ્પની ધમકીને માત્ર બકવાસ ગણાવી હતી. પરંતુ ચેતવણી પણ આપી હતી કે, જો પરિસ્થિતિ વધુ વણસે તો ઈરાન તેના કાર્ડ જાહેર કરશે જેનો તેણે આ રમતમાં હજુ સુધી ઉપયોગ કર્યો નથી.

ઈરાન ક્યાં હુમલો કરી શકે ?

ઈરાનની આ ધમકીનો સીધો અર્થ એ છે કે જો અમેરિકા ઈરાની જહાજોને રોકે છે. તો ઈરાન સાઉદી અરેબિયામાં જુબેલ અથવા યુએઈમાં જેબેલ અલી જેવા વિશ્વના સૌથી વ્યસ્ત બંદરો પર મિસાઈલ અથવા ડ્રોન હુમલાઓથી બદલો લઈ શકે છે. નાકાબંધી શરૂ થઈ ત્યારથી વૈશ્વિક તેલ બજારમાં નોંધપાત્ર અસ્થિરતા જોવા મળી રહી છે. પુરવઠા શૃંખલા કટોકટી, જો ઈરાન તેના છુપાયેલા કાર્ડ રમે છે, તો સમગ્ર વૈશ્વિક પુરવઠા શૃંખલા ખોરવાઈ શકે છે.

આ પણ વાંચોઃ Philippinesએ દક્ષિણ China સમુદ્રમાં ચીની બોટ પર Cyanide મળી હોવાનો કર્યો દાવો, જાણો શુ છે મામલો?