ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર લેન્ડમાઈન બિછાવી છે. જેના કારણે આ માર્ગ 30 દિવસ સુધી બંધ રહેશે.
હોર્મુઝ સ્ટ્રેટ બની રહ્યુ છે વધુ ખતરનાક
ઇરાન સાથે યુદ્ધ મામલે હોર્મુઝ સ્ટ્રેટ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. વિશ્વનો સૌથી મહત્ત્વનો માર્ગ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટ હજુપણ બંધ રહેવાની શક્યતા વર્તાઇ રહી છે. દુનિયામાં જ્યારેં તેલની કિંમત 100 ડૉલર પ્રતિ બૈરલ થઇ છે ત્યારે હોર્મુઝ સ્ટ્રેટનું બંધ રહેવું ખતરા સમાન છે. યુએસ અધિકારીઓને જાણવા મળ્યું છે કે, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર લેન્ડમાઈન બિછાવી છે. જેને તુરંત હટાવવું સરળ નથી. તેથી અમેરિકી નેવીએ સુરક્ષા આપવા મામલે મનાઇ ફરમાવી છે.
વિશ્વમાં ખળભળાટની આશંકા
જો લાંબા સમય સુધી હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક રહેશે તો કાચા તેલની કિંમત 150 ડૉલર પ્રતિ બૈરલ સુધી પહોંચી શકે છે. તો આ તરફ ઇરાનનું કહેવું છે કે, યુદ્ધની સ્થિતિમાં કાચા તેલની કિંમત 200 ડૉલર પ્રતિ બૈરલ સુધી પહોંચી શકે છે. ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ પરથી એક લીટર તેલ પણ પસાર ન થવા દેવાની વાત કરી હતી. આ સિવાય ગેસ અને અન્ય જરુરી સામાનની કિંમતો પણ ધરખમ વધારો થઇ શકે છે. હોર્મુઝ સ્ટ્રેટના માર્ગે જ વિશ્વના દેશોને ગેસ સપ્લાઇ કરવામાં આવે છે.
વિશ્વ માટે હોર્મુઝ સ્ટ્રેટ કેમ મહત્ત્વનુ ?
1. સામાન્ય દિવસોમાં હોર્મુઝ સ્ટ્રેટ જલડમરુ મધ્યથી પ્રતિદિન લગભગ 20-21 મિલિયન બૈરલ તેલ અને પરિષ્કૃત ઉત્પાદો પસાર થાય છે. વૈશ્વિક તેલની અછતનું 20 ટકા છે. સમુદ્રી માર્ગથી થનાર કાચા તેલના વેપારનો એક તૃતાંશ ભાગ છે.
2. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક એલએનજી નિકાસનું લગભગ 20 ટકા ભાગ છે. જેમાંથી મોટાભાગનો હિસ્સો કતારમાંથી આવે છે. જે વિશ્વમાં સૌથી વધુ LNGનું ઉત્પાદન કરે છે.
૩. હોર્મુઝ સ્ટ્રેટ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના વિશેષ દળો દ્વારા નિયંત્રિત છે. આ જ કારણ છે કે તેને સૌથી ખતરનાક માર્ગ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ Iranની સૌથી ઘાતક ફોર્સ NOPO કેમ આવી ચર્ચામાં, જાણો શું છે તેની જવાબદારીઓ?













