જહાજનો ઓડિયોથી જાણી શકાય છે કે, એક ક્રૂ મેમ્બરે કહ્યુ કે, તેમને અગાઉ મંજૂરી અપાઇ અને બાદમાં ફાયરિંગ કરાઇ હતી.

ક્રૂ મેમ્બરની સ્પષ્ટતા

એક ટેન્કરમાંથી મોકલવામાં આવેલ ઓડિયો સંદેશ બહાર આવ્યો છે અને તેના દ્વારા ગભરાટ અને મૂંઝવણનો ખ્યાલ આવે છે. જહાજનો ક્રૂ સભ્ય ઈરાની નૌકાદળને કહે છે કે, સેપાહ નૌકાદળ, સેપાહ નૌકાદળ, આ મોટર ટેન્કર સન્માર હેરાલ્ડ છે. તમે મને આગળ વધવાની પરવાનગી આપી છે. મારું નામ તમારી યાદીમાં બીજા ક્રમે છે. તમે હવે ગોળીબાર કરી રહ્યા છો. મને પાછા ફરવા દો.

ઓડિયોમાં શુ હતુ ?

આ ઓડિયો ટેન્કર ટ્રેકર્સ દ્વારા શેર કરાયો હતો. જે દરિયામાં જહાજોની ગતિવિધિઓનું નિરીક્ષણ કરતી દરિયાઈ ગુપ્તચર કંપની છે. તે સમયે ટેન્કર ગ્રીન ઝોનમાં હતું. પૂર્વ તરફ સફર કરતી વખતે જહાજે તેની ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ બંધ કરી દીધી હતી. પરંતુ બાદમાં તેને પાછું ચાલુ કરી દીધું. જે બીજા જહાજ પર ગોળીબાર કરવામાં આવ્યો તેનું નામ જગ અર્ણવ છે.

ભારત સરકારની પ્રતિક્રિયા

નવી દિલ્હીએ ઈરાની રાજદૂતને બોલાવ્યા અને આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેના વેપારી જહાજો અને ખલાસીઓની સલામતી ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. વિદેશ સચિવે ઈરાનને ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગ પૂરો પાડવામાં તેની અગાઉની સહાયની યાદ અપાવી. તેમણે ઈરાની રાજદૂતને ભારતની ચિંતાઓ તેમના દેશ સુધી પહોંચાડવા અને શક્ય તેટલી વહેલી તકે ભારતીય જહાજોના સલામત માર્ગની વ્યવસ્થા કરવા જણાવ્યું હતુ.

આ પણ વાંચોઃ શું સ્ત્રીઓમાં લીવર રોગના લક્ષણો પુરુષો કરતાં હોય છે અલગ?, જાણો લક્ષણો

  • Follow us on: