ઇમરાન ખાનની સ્થિતિ જોયા બાદ તેમના સ્વાસ્થ્ય અંગે વિશ્વમાં ચિંતા ફેલાઇ હતી.

ઇમરાન ખાન માટે સારા સમાચાર

પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ ઇમરાન ખાન પોતાની જમણી આંખની 85 ટકા રોશની ગુમાવી ચુક્યા છે. જેને કારણે તેમની તબિયત લથડી હતી. તેમના મેડિકલ પરિક્ષણ બાદ રિપોર્ટ સામે આવ્યો છે. અને હવે તેમના વધુ સારવાર માટે હૉસ્પિટલ ખસેડવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ ઇમરાન ખાન પોતાના પરિવાર સાથે પણ સંપર્ક કરી શકશે. ઇમરાન આંખની સારવાર માટે 21થી 26 ફેબ્રુઆરીની વચ્ચે આઇલિયા ઇન્જેકેશનની વધુ એક ડોઝ આપશે. તેમને રાવલપિંડીની અલ શિફા આઇ ટ્રસ્ટ હૉસ્પિટલમાં ખસેડાશે.

હૉસ્પિટલ ખસેડાશે ઇમરાન ખાન

ઇમરાન ખાન કેટલા દિવસ માટે હૉસ્પિટલમાં રહેશે તે હજુ જાહેર કરાયુ નથી. અંતિમ નિર્ણય તબીબો જ લેશે. ઇમરાન ખાન સાથે તેમના વિશ્વાસુ લોકો, પરિવાર અને જેલમાં કેદ પત્ની મળી શકશે. સરકાર હવે યોગ્ય મેડિકલ પરિક્ષણ કરવા માટે તપાસ કમિટી બનાવી રહી છે. જેના કારણે મેડિકલ સ્થિતિ સ્પષ્ટ બની શકે. ઇમરાન ખાનને જેલમાં એકાંતમાં કેદ કરાયા હતા. જ્યાં તેઓ પોતાના પરિવાર સાથે પણ મળી શકતા ન હતા. આ સાથે જ તેઓએ આંખની 85 ટકા રોશની પણ ગુમાવી ચુક્યા છે. તેમની શારિરીક અને માનસિક સ્થિતિ દયનીય બની છે.

સૂચના મંત્રી અઝ્મા બુખારીના પ્રહાર

આ તમામ પરિસ્થિતિની વચ્ચે પાકિસ્તાનના પંજાબના સૂચના મંત્રી અઝ્મા બુખારીએ કહ્યુ હતુ કે, ઇમરાન ખાનની સ્થિતિ સૌથી સારી છે. તેમની આંખોની રોશની પણ યોગ્ય છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, ઇમરાન ખાનને જેલમાં તમામ યોગ્ય સુવિધા આપવામાં આવે છે. અઝ્મા બુખારીએ કહ્યુ હતુ કે, ઇમરાન આંખો તમામ રીતે સારી છે. તેઓ જેલમાં નથી રહેવા માગતા તેથી ઇમરાન ખાને આ સમગ્ર રાજનૈતિક નાટક કર્યુ છે.

આ પણ વાંચોઃ