અમેરિકામાં રહેતા પાકિસ્તાની પત્રકાર વજાહત સઈદ ખાને આર્મી હેડક્વાર્ટરના અધિકારીઓને ટાંકીને એક ગંભીર દાવો કર્યો છે. 

વિશ્વને ચોંકાવનારી માહિતી 

પાકિસ્તાની રાજકારણનો ઇતિહાસ લોહી, કાવતરાઓ અને ઊંચી જેલની દિવાલોથી લખાયેલો છે. પરંતુ આ વખતે, રાવલપિંડીની અદિયાલા જેલની અંદરથી બહાર આવતા સમાચારે હડકંપ ફેલાવ્યો છે. શું ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના વડા ઇમરાન ખાન હવે જીવિત નથી? શું પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે તેમના સૌથી મોટા રાજકીય દુશ્મનને કાયમ માટે ખતમ કરી દીધો છે? 

અસીમ મુનીર શું છુપાવી રહ્યા છે ? 

વજાહત સઈદ ખાને ખુલાસો કર્યો છે કે રાવલપિંડીમાં આર્મીના જનરલ હેડક્વાર્ટરના ઓછામાં ઓછા ત્રણ વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ માને છે કે ઇમરાન ખાનનું જેલમાં મૃત્યુ થયું છે. જ્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ વાતની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. GHQમાં ચાલી રહેલી અશાંતિ મોટી ઉથલપાથલ તરફ ઈશારો કરે છે. પત્રકાર વજાહત કહે છે કે, આ અમારી સીધી રિપોર્ટિંગ છે, જેમાં GHQના વરિષ્ઠ અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે. ત્રણ વરિષ્ઠ અધિકારીઓએ અલગ અલગ રીતે કહ્યું છે કે ઇમરાન ખાન હવે અમારી વચ્ચે નથી, અને આ જ મુખ્ય કારણ છે કે જનરલ અસીમ મુનીર તેમને આખા દેશથી છુપાવી રહ્યા છે.

અસીમ મુનીરની વ્યક્તિગત દુશ્મનાવટ ?

જ્યારે ઇમરાન ખાનને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા, ત્યારે શાહબાઝ શરીફની સરકારે નિયમોમાં ફેરફાર કરીને આસીમ મુનીરને સત્તા આપી. આનાથી આસીમ મુનીર અને ઇમરાન ખાન વચ્ચે જીવન અને મૃત્યુનો સીધો જંગ શરૂ થયો. ઇમરાન ખાને ખુલ્લેઆમ સેના પ્રમુખ પર હુમલો કર્યો અને એમ પણ કહ્યું કે, પાકિસ્તાન હવે સરકાર દ્વારા નહીં, પરંતુ ફક્ત સેના પ્રમુખ દ્વારા ચલાવવામાં આવે છે. મારી જેલ અને મારા વિરુદ્ધ કાર્યવાહી પાછળનું કારણ ફક્ત અસીમ મુનીરની વ્યક્તિગત દુશ્મનાવટ છે.

ઇમરાન ખાનનો પણ હતો ખૌફ 

ઇમરાન ખાનનો ડર ફક્ત રસ્તાઓ પર જ નહીં, પણ રાવલપિંડીના લશ્કરી મુખ્યાલયમાં પણ જોવા મળે છે. અહેવાલો અનુસાર, ઇમરાન ખાનની લોકપ્રિયતા અને લશ્કરના આક્રમક વલણને કારણે સેનામાં જ તીવ્ર જૂથવાદ થયો છે. 9 મે, 2023 ના રોજ જ્યારે ઇમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ આર્મી કોર્પ્સ કમાન્ડરના ઘરમાં તોડફોડ કરી હતી, ત્યારે ઘણા જનરલોએ સૈનિકોને તેમના જ માણસો પર ગોળીબાર કરવાથી રોક્યા હતા.

આ પણ વાંચોઃ Balochistanના ક્વેટામાં કથિત Pakistanની લશ્કરી માહિતી આપનાર ફારૂક હસનીની હત્યા