કેસની બંને બાજુની વિગતોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના ત્યારે બની જ્યારે તે ચાના બગીચામાં દિપાંકર એકલો જંતુનાશક દવા છંટકાવ કરી રહ્યો હતો.

ખેડૂતની મુક્તિના પ્રયાસ કરાયા તેજ 

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી એકવાર તણાવ વધી રહ્યો છે. બાંગ્લાદેશીઓએ બંને દેશોની સરહદ ધરાવતા પશ્ચિમ બંગાળના જલપાઇગુડીથી ભારતીય નાગરિક દીપાંકર ગોપનું અપહરણ કર્યું હતું. અપહરણ કરાયેલો ભારતીય ખેડૂત ચાના બગીચામાં કામ કરતો હતો. અને બાંગ્લાદેશી પોલીસે તેની અટકાયત કરી હતી. પોલીસ હવે તેની સામે કેસ દાખલ કરવાની યોજના બનાવી રહી છે. દીપાંકર ગોપની સલામત મુક્તિ માટે પ્રયાસો તેજ છે. ભારતીય સરહદ પરથી દીપાંકરનું અપહરણ થયા બાદ બોર્ડર સિક્યુરિટી ફોર્સ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ સાથે સતત સંપર્કમાં છે.

બાંગ્લાદેશમાં દીપાંકર સામે કેસ પ્રક્રિયા

અગાઉ BGBએ 35 વર્ષીય ખેડૂત દીપાંકરને પંચગઢ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. પંચગઢ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, તેની સામે કેસ દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કેસ દાખલ થયા પછી, તેને કોર્ટમાં રજૂ કરાશે અને કોર્ટના આદેશ મુજબ આગળની કાર્યવાહી કરાશે. આ ઘટના ત્યારે બની જ્યારે સ્થાનિક લોકોએ બિરાજોટ સરહદ નજીક બોર્ડર પિલર 742/12 નજીક શેરડીના ખેતરમાં કામ કરી રહ્યા હતા. દાવો કરાયો કે, તે પશ્ચિમ બંગાળથી બાંગ્લાદેશમાં પ્રવેશ્યો હતો. જો કે, ભારતીય અહેવાલો મુજબ, દીપાંકર બાંગ્લાદેશમાં પ્રવેશ્યો ન હતો, પરંતુ બદલો લેવા માટે લગભગ 15 બાંગ્લાદેશી માણસોએ તેનું અપહરણ કર્યું હતું.

ચાના બગીચામાંથી ખેડૂતનું બળજબરીથી અપહરણ

શનિવારે સવારે પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના કુકુર્જન વિસ્તારમાં તેના ચાના બગીચામાં જંતુનાશક દવા છંટકાવ કરતી વખતે અપહરણ થયું હતું. આ વિસ્તાર બોર્ડર સિક્યુરિટી ફોર્સની ચૌલાહાટી ચોકીના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. ઓછામાં ઓછા 15 બાંગ્લાદેશી માણસો અચાનક ભારતીય સરહદમાં ઘૂસી ગયા હતા, જે તેના બગીચાથી માત્ર 140 મીટર દૂર છે અને તેનું બળજબરીથી અપહરણ કર્યું હતું. અપહરણ બાદ, બોર્ડર સિક્યુરિટી ફોર્સના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ગોપને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. 

BGB અધિકારીઓ સાથે BSF ફ્લેગ મીટિંગ

તેઓએ BGB અધિકારીઓ સાથે ફ્લેગ મીટિંગ પણ કરી, પરંતુ તેમાંથી કંઈ બહાર આવ્યું નહીં. દરમિયાન, ગોપનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેનું અપહરણ કરનારા સ્થાનિક બાંગ્લાદેશી માણસો કહી રહ્યા છે કે જો તમીઝ ઉદ્દીનને મુક્ત કરવામાં આવે તો જ તેને મુક્ત કરવામાં આવશે. તમીઝ એક બાંગ્લાદેશી નાગરિક છે જેને આ અઠવાડિયાની શરૂઆતમાં ચોલહાટી સરહદ પર BSF દ્વારા કાંટાળા તાર કાપીને બાંગ્લાદેશથી ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, સ્થાનિક બાંગ્લાદેશી રહેવાસીઓનો દાવો છે કે તમીઝ એક વૃદ્ધ નાગરિક છે અને જ્યારે તેને અટકાયતમાં લેવામાં આવ્યો ત્યારે તે ફક્ત તેની ખોવાયેલી ગાય શોધી રહ્યો હતો. 

આ પણ વાંચોઃ કિનારા વગર સમુદ્રની સીમાઓ કેવી રીતે થાય છે નક્કી?, જાણો