બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાની ભારત મુલાકાતને વૈશ્વિક રાજકારણ અને વેપારમાં એક મહત્વપૂર્ણ પગથિયો માનવામાં આવી રહી છે. 18થી 22 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી આ મુલાકાત એવા સમયમાં થઈ રહી છે જ્યારે વિશ્વભરમાં પુરવઠા શૃંખલાઓ અસ્થિર છે અને દેશો નવા વિશ્વસનીય ભાગીદારો શોધી રહ્યા છે.
બ્રાઝિલ વચ્ચેનો હાલનો વેપાર અંદાજે $12.19 બિલિયનનો
ભારત અને બ્રાઝિલ વચ્ચેનો હાલનો વેપાર અંદાજે $12.19 બિલિયનનો છે. પરંતુ PM નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ લુલાએ આગામી 5 વર્ષમાં તેને $20 બિલિયન સુધી પહોંચાડવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. આ માટે ભારત અને મર્કોસુર વચ્ચેના પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટને વિસ્તૃત કરવાની પણ તૈયારી છે.
દુર્લભ પૃથ્વી ખનિજ: ભારત માટે કેમ મહત્વપૂર્ણ?
આ મુલાકાતનું સૌથી મોટું આકર્ષણ છે સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક વાહનો, સોલાર પેનલ અને બેટરી ઉત્પાદન માટે આ ખનિજો અત્યંત જરૂરી છે. બ્રાઝિલ લિથિયમ અને અન્ય મહત્વપૂર્ણ ખનિજોથી સમૃદ્ધ છે, જ્યારે ભારત આ ખનિજોની સપ્લાય ચેઇન સુરક્ષિત કરવા માંગે છે. આ સહયોગ ભારતની ટેકનોલોજીકલ અને ઊર્જા સુરક્ષા માટે લાંબા ગાળે લાભદાયી સાબિત થશે.
સસ્તી દવાઓ અને આરોગ્ય સહયોગ
બ્રાઝિલ પાસે મોટી જાહેર આરોગ્ય વ્યવસ્થા છે, જેને મોટા પ્રમાણમાં સસ્તી અને અસરકારક દવાઓની જરૂર છે. “વિશ્વની ફાર્મસી” તરીકે ઓળખાતું ભારત આ જરૂરિયાત પૂરી કરી શકે છે. આ કરારથી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓને બ્રાઝિલના બજારમાં મોટો લાભ મળશે.
મેક ઇન ઇન્ડિયા અને એરોસ્પેસ
સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્રમાં પણ મોટી જાહેરાત થવાની સંભાવના છે. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અને બ્રાઝિલની એમ્બ્રેર વચ્ચે ભારતમાં વિમાનોના ઉત્પાદન માટે કરાર થઈ શકે છે. આ “મેક ઇન ઇન્ડિયા” માટે મોટી સિદ્ધિ ગણાશે.
ભારતીયો માટે વિઝા રાહત
આ મુલાકાતનો સીધો લાભ સામાન્ય ભારતીયોને પણ મળશે. બ્રાઝિલે ભારતીય નાગરિકો માટે 10 વર્ષના મલ્ટીપલ-એન્ટ્રી વિઝાની જાહેરાત કરી છે, જે પર્યટન, વેપાર અને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન આપશે.
આ પણ વાંચો : Bangladesh Election 2026 : PM મોદી ઢાકા કેમ નહીં જાય? 17 ફેબ્રુઆરીએ મુંબઇમાં મેક્રોન સાથે બેઠક બની કારણ