એવી આશંકા છે કે ચીન આ વિસ્તારમાં બાંધકામ પ્રવૃત્તિઓનો વિસ્તાર કરી રહ્યું છે. 19 નવેમ્બર 2026એ સેટેલાઇટ છબીઓ તોર્સા નદી ખીણમાં જમીન સાફ કરવાના વિસ્તારો દર્શાવે છે.
વિવાદિત ડોકલામ ક્ષેત્ર
આ પ્રવૃત્તિ તે વિસ્તારની નજીક થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે જ્યાં ચીને અગાઉ કબજો કર્યો હતો અને બાંધકામ કર્યું હતું. શરૂઆતમાં, આ પ્રવૃત્તિ ડોકલામની પશ્ચિમમાં હોવાની શંકા હતી. પરંતુ હવે સેટેલાઇટ છબીઓ સૂચવે છે કે, આ સ્થાન ડોકલામની પૂર્વમાં છે. આ વિસ્તાર ભૂટાનના પશ્ચિમી ક્ષેત્રમાં ચીનની પ્રવૃત્તિઓ અને વિવાદિત ડોકલામ ક્ષેત્રની આસપાસના વ્યૂહાત્મક સ્થાન સાથે જોડાયેલો છે.
સેટેલાઇટ છબીઓ પહેલા પણ જાહેર થઇ
છેલ્લા કેટલાક વર્ષોથી ભૂટાનના વિવાદિત વિસ્તારોમાં ચીન ગામડાં અને વસાહતોની પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. અગાઉ અનેક સેટેલાઇટ છબીઓ પરથી જાણવા મળ્યું છે કે ચીને ભૂટાનના પ્રદેશમાં આશરે 22 ગામડાં અને વસાહતો વિકસાવી છે. જો તોર્સા નદી ખીણમાં આ જમીન-સફાઈ પ્રવૃત્તિ વધુ બાંધકામમાં પરિણમે છે, તો તે ભૂટાનની પ્રાદેશિક સુરક્ષા અને વ્યૂહાત્મક ભારત-ભૂતાન-ચીન ત્રિકોણને અસર કરી શકે છે. ચીનની વધતી હાજરી, ખાસ કરીને ડોકલામની આસપાસ, ભારત માટે સુરક્ષા ચિંતા પણ ઉભી કરી શકે છે.
વસાહતોના બાંધકામના આરોપો
સિમોન દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ છબીઓમાં ડોકલામની પૂર્વમાં, તોર્શા નદી ખીણના ત્રણ ભાગોમાં જમીન સાફ કરવામાં આવી છે. ચીન ત્યાં શું બનાવવાની યોજના ધરાવે છે તે હજુ સ્પષ્ટ નથી. જો કે, ચીને પહેલાથી જ ત્રણ સાફ કરાયેલા સ્થળોની બાજુમાં ત્રણ ગામડાં સ્થાપિત કરી દીધા છે. ખરેખર, આ વિસ્તાર શંકાસ્પદ ચીની પ્રવૃત્તિઓ માટે પહેલાથી જ સમાચારમાં રહ્યો છે. 2020 થી, ચીન પર ભૂટાનના પ્રદેશમાં ગેરકાયદેસર રીતે ગામડાં અને વસાહતો સ્થાપિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ડિસેમ્બર 2024 ના અહેવાલ મુજબ, ચીને વિવાદિત ભૂટાન પ્રદેશ પર ઓછામાં ઓછા 22 ગામો અને વસાહતો સ્થાપિત કરી છે, જેમાંથી આઠ ડોકલામની ખૂબ નજીક છે.
આ પણ વાંચોઃ નાતાલની ઉજવણી કરવાનું વિચારી રહ્યા છો? તો વિશ્વભરના આ 7 સ્થળો જીતી લેશે તમારું દિલ
