દિલ્હીમાં આયોજિત પ્રથમ ડૉ. મનમોહન સિંહ મેમોરિયલ લેકચર દરમિયાન એન્જેલા મર્કેલે ભારતના આર્થિક પરિવર્તન અને વિકાસ વિશે વિગતવાર વાત કરી. તેમણે ખાસ કરીને 1991ના ગંભીર આર્થિક સંકટનો ઉલ્લેખ કર્યો, જ્યારે ભારતને વિદેશી મુદ્રા ભંડારની ભારે તંગીનો સામનો કરવો પડ્યો હતો. તે સમયગાળા દરમિયાન મનમોહન સિંહ નાણામંત્રી તરીકે કાર્યરત હતા અને તેમણે અર્થતંત્રને બચાવવા માટે અનેક સાહસિક અને ઐતિહાસિક નિર્ણયો લીધા.
1991 થી 1996 દરમિયાન નાણામંત્રી તરીકે
મર્કેલે કહ્યું કે 1991 થી 1996 દરમિયાન નાણામંત્રી તરીકે મનમોહન સિંહે "બોલ્ડ રિફોર્મ્સ" શરૂ કર્યા. આ સુધારાઓમાં લાઇસન્સ રાજમાં ઘટાડો, વિદેશી રોકાણ માટેના દરવાજા ખોલવા, લાલફિતાશાહી ઘટાડવી અને બજાર આધારિત નીતિઓ અપનાવવી જેવા મહત્વપૂર્ણ પગલાં સામેલ હતા. તેમના જણાવ્યા અનુસાર, આ નિર્ણયો કારણે ભારતનું અર્થતંત્ર સ્થિર બન્યું અને આગળના લગભગ 30 વર્ષ સુધી સતત વિકાસ માટે મજબૂત આધાર તૈયાર થયો.
કેટલાક વર્ષોના વિકાસદરની પણ પ્રશંસા
મર્કેલે ભારતના છેલ્લા કેટલાક વર્ષોના વિકાસદરની પણ પ્રશંસા કરી. વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં, ભારતે 5 ટકાથી વધુનો વિકાસ દર જાળવી રાખ્યો છે, જે નોંધપાત્ર સિદ્ધિ છે. તેમણે કહ્યું કે ભારત પાસે વિશાળ યુવા વસ્તી છે, જે દેશને “ડેમોગ્રાફિક ડિવિડન્ડ” આપે છે. યોગ્ય નીતિઓ અને રોકાણથી ભારત વિશ્વની અગત્યની આર્થિક શક્તિ બની શકે છે.
કેટલાક વર્ષોના વિકાસદરની પણ પ્રશંસા
તેમણે પર્યાવરણ મુદ્દે પણ વાત કરી. Kyoto Protocol બાદ CO2 ઉત્સર્જન અંગે બંધનકર્તા કરાર સ્વીકારવાના મુદ્દે તેમણે મનમોહન સિંહ સાથે થયેલી ચર્ચાનો ઉલ્લેખ કર્યો. મર્કેલે સ્વીકાર્યું કે તે સમયે ભારતે બંધનકર્તા CO2 ઘટાડો સ્વીકાર્યો નહોતો, જે બાબતે તેઓ ખુશ નહોતા. છતાં, તેમણે મનમોહન સિંહના દૃઢ અને દેશહિતને પ્રાથમિકતા આપતા વલણની પ્રશંસા કરી.
સંબંધો અંગે વાત કરતા મર્કેલે European Union
યુરોપ અને ભારત વચ્ચેના વેપાર સંબંધો અંગે વાત કરતા મર્કેલે European Union સાથે થયેલા મુક્ત વેપાર કરાર (FTA)નું સ્વાગત કર્યું. લાંબી વાટાઘાટો બાદ થયેલા આ કરારથી બંને પક્ષોને લાભ મળશે એવી આશા તેમણે વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે તેઓ પોતે પણ આ પ્રક્રિયાનો એક ભાગ રહ્યા હોવાથી આ સિદ્ધિથી ખુશ છે.
મનમોહન સિંહે 2004માં વડાપ્રધાન પદ સંભાળ્યું
મર્કેલે વધુમાં જણાવ્યું કે જ્યારે મનમોહન સિંહે 2004માં વડાપ્રધાન પદ સંભાળ્યું ત્યારે ભારતની માથાદીઠ આવક 624 અમેરિકન ડોલર હતી. 2014માં તેઓ પદ છોડ્યા ત્યારે તે વધીને 1,553 અમેરિકન ડોલર થઈ ગઈ હતી. “આંકડા પોતે જ બોલે છે,” એમ તેમણે કહ્યું.
આ પણ વાંચો : Earthquake : કોલકાતામાં 5.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા