ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને રોકવામાં પોતાની ભૂમિકા અંગે વારંવાર બડાશો મારતા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ સંઘર્ષને રોકવાનો શ્રેય લેવા અને નોબેલ પુરસ્કાર મેળવવા માંગતા હતા. પરંતુ ભારતે આ માટે ટ્રમ્પને નોમિનેટ કરવાનો ઇનકાર કરી દીધો છે.


17 ઓગસ્ટના રોજ ફરી એકવાર પીએમ મોદીને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને રોકવામાં તેમની ભૂમિકા વિશે જણાવ્યું

ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ટ્રમ્પે 17 ઓગસ્ટના રોજ ફરી એકવાર પીએમ મોદીને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને રોકવામાં તેમની ભૂમિકા વિશે જણાવ્યું. એટલા માટે ટ્રમ્પે મોદીને નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવા કહ્યું હતું પણ ભારતે ટ્રમ્પને મોટો આંચકો આપ્યો છે અને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

ભારતે શા માટે નોમિનેટ ના કર્યા

ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ મોદી પાસેથી જે સૌથી વધુ ઇચ્છે છે તે રાજકીય રીતે અપ્રસ્તુત છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો પીએમ મોદી નબળા દેશ સાથે યુદ્ધવિરામ માટે અમેરિકાના દબાણ સામે ઝૂકી ગયા હોવાનું માનવામાં આવે છે, તો ખોટું હશે. પીએમ મોદીની મજબૂત છબી છે.  તેઓ પાકિસ્તાન સામે કડક છે. નોબેલ પુરસ્કાર માટે તેમને નામાંકિત કરવાની વાત તો દૂર, યુદ્ધવિરામમાં ટ્રમ્પની ભૂમિકા હતી તે સ્વીકારવું શરણાગતિ સમાન માનવામાં આવશે.

  • Follow us on: