તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર કરારના પડઘા પડોશી દેશ પાકિસ્તાનમાં જોરદાર રીતે પડી રહ્યા છે. આ ડીલ બાદ પાકિસ્તાની જનતામાં પોતાની જ સરકાર અને સેના પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પાકિસ્તાની યુઝર્સે વડાપ્રધાન શહબાઝ શરીફ અને સેનાપ્રમુખ જનરલ આસિમ મુનીરની આકરી ટીકા કરતા તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.

સોશિયલ મીડિયા પર મજાક અને આક્રોશ

પાકિસ્તાની સોશિયલ મીડિયા પર એક એડિટ કરેલું પોસ્ટર વાયરલ થયું છે, જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે પાકિસ્તાની સેનાપ્રમુખ આસિમ મુનીરને રડતા બતાવવામાં આવ્યા છે. આ તસવીરમાં મુનીરના હાથમાં પથ્થરો ભરેલું બોક્સ બતાવીને પાકિસ્તાનની કથળતી આર્થિક સ્થિતિ પર કટાક્ષ કરવામાં આવ્યો છે. કેટલાક યુઝર્સે તો સરકારની સરખામણી અત્યંત અપમાનજનક શબ્દો સાથે કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

ટેરિફ રેટમાં ભારતની જીત

પાકિસ્તાનીઓના આક્રોશનું મુખ્ય કારણ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ દરો છે. નવા કરાર પ્રમાણે ભારત પર 18% ટેરિફ, પાકિસ્તાન: 19% ટેરિફ,બાંગ્લાદેશ અને વિયેતનામ: 20% ટેરિફ લગાવવામાં આવ્યો છે.

ભારત કરતા વધુ કર ચૂકવશે પાકિસ્તાન

અમેરિકા સાથેના નવા વેપાર કરાર હેઠળ ભારત પર 18 ટકા ટેરિફ લાગુ થશે, જ્યારે પાકિસ્તાનને ભારત કરતા વધુ, એટલે કે 19 ટકા કર ચૂકવવો પડશે. આ મુદ્દે ઘણા પાકિસ્તાનીઓ પોતાની સરકાર પર તીખો હુમલો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભારતે પાકિસ્તાનની જેમ ન તો ખુશામત કરી અને ન તો પોતાની શરતોથી પીછેહઠ કરી.

અલગ અલગ શહેરો પર ટેરિફ

માત્ર ભારત જ નહીં, પરંતુ અન્ય પડોશી દેશો જેવા કે મલેશિયા, થાઈલેન્ડ અને કંબોડિયા પર પણ 19% ટેરિફ છે, જ્યારે બાંગ્લાદેશ ૨૦% સાથે સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોમાં સામેલ છે. પાકિસ્તાનીઓ માટે આ બાબત વધુ પીડાજનક છે કારણ કે તેઓ આર્થિક મોરચે ભારત સાથે સ્પર્ધા કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ ટ્રેડ ડીલે સાબિત કર્યું છે કે વૈશ્વિક મંચ પર ભારતનું કદ સતત વધી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન પોતાના જ લોકોની નજરમાં બેઇજ્જત થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ France માં X ની ઓફિસ પર દરોડા, મસ્કને પૂછપરછ માટે સમન્સ