ચીનના વિદેશ મંત્રી વાંગ યી બે દિવસીય ભારતના પ્રવાસે છે.તેઓ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને NSA અજીત ડોભાલ સાથે પણ મુલાકાત કરી છે. ચીનના વિદેશ મંત્રીએ મુલાકાત દરમિયાન અમેરિકા પર પણ નિશાન સાધ્યુ છે.
અમેરિકા પર સાધ્યુ નિશાન
ભારતના પ્રવાસે આવેલા ચીની વિદેશ મંત્રી કહ્યુ કે, ભારત-ચીન સંબંધ સહયોગની દિશામાં સકારાત્મક વલણ જોવા મળી રહ્યુ છે. તેમણે એ વાત પર વધુ જોર આપ્યુ છે કે બંને દેશો એક બીજાને પ્રતિદ્વંદ્વીના રૂપમાં નહીં પરંતુ એક ભાગીદાર તરીકે જોવા જોઇએ. સોમવારે વવી દિલ્હી પહોંચેલા ચીનના વિદેશમંત્રીએ એસ જયશંકર સાથે બેઠક દરમિયાન આ ટિપ્પણી કરી હતી. આ મુલાકાતા દરમિયાને તેમણે અમેરિકા પર પણ નિશાન સાધ્યુ હતુ. અને કહ્યુ કે બદલતી દુનિયામાં એક તરફી ધમકીઓ અને નિર્ણય નહીં ચાલે.
ભારત-ચીન વચ્ચે સકારાત્મક વલણ
તેમની આ યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શંઘાઇ સહયોગ સંગઠન ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીનના પ્રવાસ પહેલા થઇ રહી છે. બેઠકમાં વાંગે વિદેશ મંત્રી જયશંકરને કહ્યુ કે ચીન-ભારત સંબંધો સહયોગ તરફ પાછા ફરવા તરફ સકારાત્મક વલણ બતાવી રહ્યા છે.તેમણે કહ્યુ કે આ વર્ષે ચીન અને ભારત વચ્ચે રાજ નૈતિક સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠ છે અને ભૂતકાળમાંથી પાઠ શીખી શકાય છે. તેમનું નિવેદન પૂર્વી લદ્દાખ એટલે કે ગલવાન ઘાટીમાં લશ્કરી ગતિરોધ પછી ચાર વર્ષથી વધુ સમય સુધી ચાલેલા સંબંધોમાં નરમી તરફ ઈશારો કરે છે.
ચીની વિદેશ મંત્રીએ ભારત અને ચીન સંબંધો પર શું કહ્યુ?
વિદેશ મંત્રીએ કહ્યું કે કે બંને પક્ષો માટે યોગ્ય વ્યૂહાત્મક દ્રષ્ટિ રાખવી, એકબીજાને હરીફ કે ધમકીઓ કરતાં ભાગીદાર અને તકો તરીકે જોવું અને વિકાસમાં તેમના મૂલ્યવાન સંસાધનોનું રોકાણ કરવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે બંને દેશોએ ક્ષેત્રના પડોશી દેશો વચ્ચે પરસ્પર આદર અને વિશ્વાસ સાથે સહઅસ્તિત્વ, સહિયારા વિકાસ અને સહયોગ માટે યોગ્ય માર્ગો શોધવા જોઈએ.ચીનના વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને ચીને એકબીજામાં વિશ્વાસ રાખવો જોઈએ, એક જ દિશામાં આગળ વધવું જોઈએ, મુશ્કેલીઓ દૂર કરવી જોઈએ, સહયોગ વધારવો જોઈએ અને દ્વિપક્ષીય સંબંધોની ગતિ વધારવી જોઈએ.
ચીની વિદેશ મંત્રીએ કરી અમેરિકાની આલોચના
વાંગે પોતાના ભારતના પ્રવાસ દરમિયાન અમેરિકાની આલોચના પણ કરી છે. અમેરિકાની આડકતરી ટીકા કરતા તેમણે કહ્યું કે દુનિયા બદલાઈ રહી છે અને તે દરમિયાન એકતરફી ધમકી આપવાનું વલણ પણ વધી રહ્યું છે જે હવે ચાલશે નહીં. તેમણે કહ્યું કે મુક્ત વેપાર અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ગંભીર પડકારોનો સામનો કરી રહી છે કારણ કે માનવતા વિશ્વની ભાવિ દિશા નક્કી કરવા માટે એક મહત્વપૂર્ણ વળાંક પર પહોંચી છે.