અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે જ્યારે ભારત સામે ખૂબ જ કડક વલણ દાખવતાં 50% ટેરિફ લગાવ્યો હતો ત્યારે અમેરિકા માં પણ તેની ભારે ટીકા થઈ હતી. પરંતુ હવે રાષ્ટ્રપતિ ટ્રંપ ભારત પ્રત્યે નરમ થયા છે અને તેમણે વડાપ્રધના નરેન્દ્ર મોદીને મિત્ર ગણાવ્યા છે. ટ્રંપે ભારત સાથે વેપાર વાતચીત શરૂ કરવાની પણ વાત કરી છે, જેને અમેરિકામાં સ્વાગત મળ્યું છે. અમેરિકાની પ્રખ્યાત ગાયિકા મેરી મિલબેનએ કહ્યું કે આ એ ઉદાહરણ છે કે મિત્રો કેવી રીતે વાતચીત કરે છે.

અમેરિકી સિંગરે બંને દેશના પીએમની કરી પ્રશંસા

ટ્રંપે મંગળવારે ભારત સાથે વેપાર વાતચીત ફરી શરૂ કરવાની જાહેરાત કરી. તેમણે આ પગલાને બંને દેશો વચ્ચેની મુશ્કેલીઓને દૂર કરવાની અને સફળ સમજૂતી પર પહોંચવાની કોશિશ તરીકે વર્ણવી. આ અંગે મિલબેને “એક્સ” પર લખ્યું, 'મિત્રો આ જ રીતે વાતચીત કરે છે – પરસ્પર સન્માન, સમજદારી અને સહયોગના આધારે. એ ટ્રંપ અને મોદીને હું જાણું છું. આપણને એકબીજાની જરૂર છે અને સાથે મળીને આપણે વધુ મજબૂત છીએ. આપણું ગઠબંધન દુનિયા માટે નૈતિક અને આર્થિક દિશા નિર્ધારિત કરે છે અને શાંતિનો માર્ગ બતાવે છે.

ટ્રંપે પીએમ મોદીને કહ્યું 'ખૂબ જ સારા મિત્ર'

અમેરિકન સિંગર તરફથી આ પ્રતિસાદ ટ્રંપના તે ટ્રૂથ સોશિયલ પોસ્ટ બાદ આવ્યો છે જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ આવનારા અઠવાડિયાઓમાં તેમના 'ખૂબ જ સારા મિત્ર' પીએમ મોદીને ફોન પર વાત કરવા ઉત્સુક છે. ટ્રમ્પે લખ્યું, મને આ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ભારત અને અમેરિકા બંને વચ્ચે વેપાર સંબંધિત મુશ્કેલીઓને દૂર કરવા માટે વાતચીત ચાલુ રાખી છે. હું આવનારા અઠવાડિયાઓમાં મારા ખૂબ જ સારા મિત્ર, પીએમ મોદીની સાથે વાત કરવા માટે આતુર છું. પીએમ મોદીએ પણ ટ્રંપની આ જાહેરાતનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે વેપાર વાતચીત ભારત-અમેરિકા ભાગીદારીની અસીમ સંભાવનાઓને ઉજાગર કરવામાં મદદ કરશે.

  • Follow us on: