ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને પીએમ મોદી વચ્ચે બુધવારે ફોન પર વાતચીત કરવામાં આવી હતી. આ વાતચીત બાદ પીએમના કાર્યાલયે બંને નેતાઓ વચ્ચે જલ્દી જ મુલાકાત કરવાનો દાવો કર્યો છે.આપને જણાવી દઇએ કે મોદી અને બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે આ મુલાકાત દિલ્હી બ્લાસ્ટ બાદ પહેલી વાર થવા જઇ રહી છે. એક દિવસ પહેલા તેમની ફોન વાતચીત દરમિયાન, પીએમ મોદી અને નેતન્યાહૂએ પણ આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું હતું.એવામાં બંને નેતાઓ વચ્ચેની આ સંભવિત મુલાકાત પાકિસ્તાનમાં ખળભળાટ મચાવશે તે નિશ્ચિત છે.
ઇઝરાયલના પીએમઓએ આપી જાણકારી
ઇઝરાયલી વડાપ્રધાન કાર્યાલયે પીએમ મોદી અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર થયેલી આ વાતચીક વિશે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કર્યુ છે. ઇઝરાયલી પીએમઓએ લખ્યુ, ગર્મજોશી અને મિત્રતાની વાતચીતના અંતમાં બંને નેતા ખૂબ જ જલ્દી જ મળવા પર સહમત થયા છે.નેતન્યાહૂની લાંબા સમયથી રાહ જોવાતી ભારત મુલાકાત બંને દેશો વચ્ચે તાજેતરમાં થયેલી અનેક ઉચ્ચ સ્તરીય મંત્રી સ્તરની મુલાકાતો બાદ થશે. આ વર્ષે ઇઝરાયલના પર્યટન મંત્રી હાઇમ કાટઝ, અર્થ વ્યવસ્થા તેમજ ઉદ્યોગ મંત્રી નિર બરકાત, કૃષિ તેમજ ખાદ્ય સુરક્ષા મંત્રી અવી દિખ્તર અને નાણામંત્રી બેઝલેલ સ્મોટ્રીચ ભારતની મુલાકાતે આવ્યા છે.










