
Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત

Mar 03, 2026 11:53 pm
યાત્રિકોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું
ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 8623 રાત્રે આશરે 11:00 વાગ્યાની આસપાસ અમદાવાદ રનવે પર લેન્ડ થઈ હતી. એરપોર્ટના અરાઈવલ ટર્મિનલ પર પહોંચતા જ યાત્રિકોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના સ્વજનોને લાંબા સમય બાદ અને પવિત્ર યાત્રા કરીને પરત ફરેલા જોઈને પરિવારજનોના આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા.
Mar 03, 2026 11:42 pm
જેદ્દાહમાં યુદ્ધના કારણે ફસાયેલા ગુજરાતીઓ અમદાવાદ પરત ફર્યા, પરિવારને હાશકારો
સાઉદી અરેબિયા ખાતે ઉમરાહની પવિત્ર યાત્રા પૂર્ણ કરીને ગુજરાતના શ્રદ્ધાળુઓનો મોટો જથ્થો ગત રાત્રે સુરક્ષિત રીતે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પરત ફર્યો છે. મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈન્ડિગો એરલાઇન્સની વિશેષ ફ્લાઈટ મારફતે અંદાજિત 200 જેટલા પેસેન્જર્સ રાત્રિના સમયે અમદાવાદ આવી પહોંચ્યા હતા. પવિત્ર મક્કા અને મદીનાના દર્શન કરીને પરત ફરેલા આ યાત્રિકોના ચહેરા પર એક અલગ જ પ્રકારની શાંતિ અને આસ્થાનો ભાવ જોવા મળતો હતો.
Mar 03, 2026 11:33 pm
ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં જર્મની અમારી સાથે છે: અમેરિકા
જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વ્હાઈટ હાઉસમાં મુલાકાત કરી. મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું, "અમે ખૂબ સારું કરી રહ્યા છીએ. ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં જર્મની અમારી સાથે છે." ટ્રમ્પે કહ્યું કે ઈરાનની હવાઈ સંરક્ષણ સિસ્ટમનો નાશ કરવામાં આવ્યો છે.
Mar 03, 2026 11:19 pm
અમે સ્પેન સાથે વેપાર બંધ કરવાના છીએ: ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે ઈરાન સમાપ્ત થઈ ગયું છે. તેનો બેકઅપ પણ મરી ગયો છે. ઈરાન નાગરિકો પર હુમલો કરી રહ્યું છે. તેમણે સ્પેન અને બ્રિટન વિશે પણ વાત કરી. ટ્રમ્પે કહ્યું, "અમે સ્પેન સાથે વેપાર બંધ કરવાના છીએ. અમે સ્પેન સાથે કોઈ સંબંધ રાખવા માગતા નથી. તેઓએ અમને તેમના લશ્કરી થાણાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપી નથી." તેમણે ઉમેર્યું કે તેઓ બ્રિટનથી પણ ખુશ નથી.
Mar 03, 2026 11:08 pm
ઈરાન પર હુમલાનો ત્રીજો તબક્કો ટૂંક સમયમાં આવશે: ડોનાલ્ડ ટ્રમ્પ
જર્મન ચાન્સેલર સાથેની મુલાકાત દરમિયાન, ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન પર હુમલાઓનો ત્રીજો તબક્કો ટૂંક સમયમાં આવશે. "અમારી પાસે મિસાઈલોનો અમર્યાદિત પુરવઠો છે. અમારી પાસે મધ્યમ અને ઉચ્ચ સ્તરની ઇન્ટરસેપ્ટર મિસાઇલો છે. અમને કોઈ રોકી શકશે નહીં. અમારી પાસે શસ્ત્રોની કોઈ અછત નથી,"
Mar 03, 2026 11:04 pm
કતારે પ્લાન્ટ બંધ કરતા દુનિયાભરને ગેસ સપ્લાય પર અસર
પ્લાન્ટ બંધ થતાં માત્ર ભારત જ નહીં પરંતુ યુરોપ અને એશિયાના અનેક દેશોમાં પણ ગેસ પુરવઠા અંગે ચિંતા વધી છે. કતાર વિશ્વના મુખ્ય LNG નિકાસકાર દેશોમાંનો એક છે અને તેની સપ્લાયમાં ખલેલ પડે તો આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં તેજી આવવાની શક્યતા છે.
Mar 03, 2026 10:58 pm
માહિતી મુજબ ઈરાને કતાર સ્થિત દુનિયાના સૌથી મોટા LNG પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. ખાસ કરીને રાસ લફ્ફાન અને મેસાઈદ વિસ્તારમાં આવેલા ગેસ સંકુલોને નિશાન બનાવાયા હતા. હુમલો એટલો ગંભીર હતો કે કતારને તાત્કાલિક અસરથી પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો. પરિણામે વૈશ્વિક ગેસ સપ્લાય ચેઈન પર સીધી અસર પડી છે.
Mar 03, 2026 10:53 pm
યુદ્ધના માહોલમાં કતારે ભારતને થતો ગેસ સપ્લાય ઘટાડ્યો
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે વૈશ્વિક ઉર્જા બજારમાં ભારે અસર જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ કતારે ભારતને થતા એલએનજી (LNG) ગેસ સપ્લાયમાં લગભગ 40 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો એવા સમયે થયો છે જ્યારે ભારત કુદરતી ગેસની જરૂરિયાત માટે મોટાપાયે કતાર પર નિર્ભર છે.
Mar 03, 2026 10:41 pm
ઈરાન યુદ્ધ વચ્ચે બ્રિટને સાયપ્રસમાં યુદ્ધ જહાજ મોકલ્યું
ઈરાન યુદ્ધ વચ્ચે, બ્રિટને હવાઈ સંરક્ષણ વિનાશક HMS ડંકન સાયપ્રસ મોકલ્યું છે. HMS ડંકન મિસાઈલ ફાયર કરવામાં સક્ષમ છે.
Mar 03, 2026 10:33 pm
હેલ્પલાઈન નંબર જાહેર કરાયા
અમેરિકા અને કેનેડાથી સંપર્ક કરવા માટે +1-888-407-4747 નંબર પર કોલ કરી શકાય છે, જ્યારે અન્ય દેશોમાંથી સંપર્ક કરવા માટે +1-202-501-4444 નંબર ઉપલબ્ધ છે. દૂતાવાસે નાગરિકોને શાંતિ જાળવવા, સ્થાનિક સત્તાધિકારીઓના નિર્દેશોનું પાલન કરવા અને તાજી માહિતી માટે સત્તાવાર માધ્યમો પર નજર રાખવાની અપીલ કરી છે. પરિસ્થિતિ સ્થિર થયા બાદ કામગીરી ફરી શરૂ કરવામાં આવશે.
Mar 03, 2026 10:24 pm
બૈરુતમાં યુએસ દૂતાવાસ બંધ
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુએસએ આગામી સૂચના સુધી બૈરુતમાં તેમનું દૂતાવાસ બંધ કરી દીધું છે.
Mar 03, 2026 10:02 pm
52 લોકોના મોત થયા
હિઝબુલ્લાહએ ઉત્તર ઉઝરાયેલ તરફથી રોકેટ અને ડ્રોન છોડ્યા છે. તેના જવાબમાં ઈઝરાયેલે લેબનાનમાં મોટા હવાઈ હુમલા કર્યા છે. જેમાં 52 લોકોના મોત થયા છે અને 150થી વધુ લોકો ઘાયલ થયા છે તથા હજારો લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું છે. હિઝબુલ્લાહએ મંગળવારે સવાર કહ્યું કે તેને ઉત્તરી ઈઝરાયેલ તરફ બે વખત રોકેટ છોડ્યા છે. ઈઝરાયેલી હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટીવી અને રેડિયો સ્ટેશન ભવનને પણ નુકસાન પહોંચ્યું છે.
Mar 03, 2026 09:51 pm
Lebanonમાં ઘુસી ઈઝરાયેલી સેના, હિઝબુલ્લાહે આપી મોટી ધમકી
ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે મિડલ ઈસ્ટમાં તણાવ ફરી એક વખત ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈઝરાયેલે મંગળવારે દક્ષિણ લેબનાનમાં વધુ સૈનિકો મોકલ્યા અને 80થી વધુ ગામના રહેવાસીઓને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહએ સ્પષ્ટ કહ્યું કે તે ઈઝરાયેલની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર છે.
Mar 03, 2026 09:38 pm
રોસાટોમના હેડે ઓપરેશન રોકવાની પુષ્ટી કરી
રોસાટોમના હેડે ઓપરેશન રોકવાની પુષ્ટી કરી છે. તેમને જણાવ્યું કે ગયા શનિવારે સ્થિતિ બગડવા સુધી કંપનીની નજર હતી અને હવે આ પ્લાન્ટમાં કામ અટકાવી દેવામાં આવ્યું છે. તેમને કહ્યું કે આ પ્લાન્ટને મોટું જોખમ છે. ઈરાની ન્યૂક્લિયર ઈન્ડસ્ટ્રીના અધિકારીઓ સાથે કોઈ કોન્ટેક્ટ થઈ રહ્યો નથી, તેથી અમે કહી શકતા નથી કે શું થઈ રહ્યું છે.
Mar 03, 2026 09:26 pm
Russiaએ કહ્યું 'ઈરાનમાં ન્યૂક્લિયર પ્લાન્ટ પર હુમલા આઉટ ઓફ કંટ્રોલ, વિનાશકારી હશે પરિણામ'
ઈરાન યુદ્ધ પર રશિયા તરફથી હવે મોટું ચિંતાજનક નિવેદન સામે આવ્યું છે. રશિયાની સરકારી ન્યૂક્લિયર કંપની રોસાટોમે કહ્યું કે ઈરાનના ન્યૂક્લિયર પ્લાન્ટ પર ઈઝરાયેલી અને અમેરિકી હુમલા 'આઉટ ઓફ કંટ્રોલ' થઈ રહ્યા છે.
Mar 03, 2026 09:06 pm
ઈઝરાયલે ઈરાનના કુમ પર મોટો હુમલો કર્યો
ઈઝરાયલે ઈરાનના કુમ પર મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સની ઈમારતનો નાશ થયો છે.
Mar 03, 2026 08:49 pm
વાયુસેનાએ સટીક ગુપ્ત જાણકારીના આધારે હુમલો કર્યો
મળતી માહિતી મુજબ આ પરિસરમાં ઈરાનના સર્વોચ્ચ નિર્ણય લેતું સ્ટેજ હાજર હતું અને તેને દેશના સોથી કડક સુરક્ષાવાળા સ્થળોમાંથી એક માનવામાં આવતું હતું. IDFએ કહ્યું કે ઈઝરાયેલી વાયુસેનાએ સટીક ગુપ્ત જાણકારીના આધાર પર આ હુમલો કર્યો. પોસ્ટમાં કહેવામાં આવ્યું કે ઈરાનનું આ કમાન્ડ મુખ્યાલય ઈરાનની સૌથી મોટી સુરક્ષાવાળી સંપતિઓમાંથી એક હતું.
Mar 03, 2026 08:38 pm
મિસાઈલ અને ડ્રોન હુમલા ચાલું
ઈરાની સરકારની ઓફિસો, સૈન્ય ઠેકાણાઓ અને સેન્ટ્રલ હેડક્વાર્ટરને નષ્ટ કરી દેવામાં આવ્યા. જણાવી દઈએ કે આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે ઈરાન તરફથી ઈઝરાયેલ અને તે ખાડી દેશો પર જ્યાં અમેરિકી સેનાના બેઝ હાજર છે. મિસાઈલ અને ડ્રોન હુમલા ચાલું છે. આ ઘટનાક્રમ શનિવારથી શરૂ થયેલા અમેરિકા અને ઈઝરાયેલના નેતૃત્વવાળા હુમલા બાદ સામે આવ્યો છે. ઈરાન તરફથી જવાબી કાર્યવાહીએ તણાવમાં વધારો કરી દીધો છે.
Mar 03, 2026 08:31 pm
Iran Israel War : જે જગ્યા પર ઈરાનના નવા સુપ્રીમ લીડરની પસંદગી થવાની હતી તે બિલ્ડિંગને ઈઝરાયેલે તોડી પાડ્યું
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા અટકવાનું નામ લઈ રહ્યા નથી. ઈઝરાયેલની વાયુસેનાએ રાતોરાત ઈરાનના મુખ્ય સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. જેમાં ઈરાનના રાષ્ટ્રપતિની ઓફિસ સિક્યોરિટી કાઉન્સિલની બિલ્ડિંગ પણ સામેલ છે. ઈઝરાયેલી સેનાએ IDFના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી કે અમે ઈરાનની લીડરશીપને નિશાનો બનાવ્યો છે.
Mar 03, 2026 08:18 pm
અમે અમારો બચાવ ચાલુ રાખીશું - ઈરાની રાજદૂત
સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાની રાજદૂત અલી બહરૈનીએ કહ્યું કે જ્યાં સુધી યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી અમે અમારો બચાવ ચાલુ રાખીશું.
Mar 03, 2026 08:03 pm
લેબનોનમાં ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં 40 લોકોના મોત, 246 ઘાયલ
લેબનોનના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સોમવારથી લેબનોનમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા છે અને 246 ઘાયલ થયા છે.
Mar 03, 2026 07:35 pm
પરિસ્થિતિ મુશ્કેલ છે પણ અટક્યા નથી: ઈરાની રાષ્ટ્રપતિ
ઈરાની રાષ્ટ્રપતિએ કહ્યું કે પરિસ્થિતિ મુશ્કેલ છે, પણ અટક્યા નથી. તેઓ બધા ગવર્નરના સંપર્કમાં છે.
Mar 03, 2026 06:58 pm
ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવી રહ્યું હોવાના કોઈ પુરાવા નથી: રશિયા
ઈરાન યુદ્ધ દરમિયાન, રશિયાએ એક મોટું નિવેદન બહાર પાડ્યું છે. રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે જણાવ્યું હતું કે મોસ્કોને હજુ સુધી એવા કોઈ પુરાવા મળ્યા નથી કે ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ઈરાન પરના હુમલાના પરિણામો સમગ્ર પ્રદેશમાં અનુભવાઈ રહ્યા છે, જેમાં આરબ દેશોને આર્થિક નુકસાન અને જાનહાનિનો સામનો કરવો પડી રહ્યો છે.
Mar 03, 2026 06:44 pm
ઈરાન અમારી સાથે વાત કરવા ઈચ્છે છે: ડોનાલ્ડ ટ્રમ્પ
યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું 'ઈરાન અમારી સાથે વાત કરવા ઈચ્છે છે, મેં કહ્યું હવે ઘણું મોડું થઈ ગયું છે'
Mar 03, 2026 06:38 pm
ઈરાનનો બુશેહર પરમાણુ પાવર પ્લાન્ટ જોખમમાં: રશિયા
રશિયાએ જણાવ્યું હતું કે વધતા સંઘર્ષને કારણે ઈરાનનો બુશેહર પરમાણુ પાવર પ્લાન્ટ જોખમમાં છે.
Mar 03, 2026 06:27 pm
બહેરીને 73 ઈરાની મિસાઈલ અને 91 ડ્રોન તોડી પાડ્યા
બહેરીને જણાવ્યું છે કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ 73 ઈરાની મિસાઈલ અને 91 ડ્રોનને તોડી પાડ્યા છે.
Mar 03, 2026 06:16 pm
ઈરાનના નવા સંરક્ષણ પ્રધાન માજિદ અબ્નેલ રઝાનું ઇઝરાયલી હુમલામાં થયું મોત
ઈરાનના નવા સંરક્ષણ પ્રધાન માજિદ અબ્નેલ રઝાનું ઈઝરાયેલી હુમલામાં મોત થયું છે. 2 માર્ચે સોમવારે તેમને ઈરાનના નવા સંરક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
Mar 03, 2026 06:14 pm
યુએઈમાં ઈરાની હુમલામાં 3 લોકોના મોત, 68 ઘાયલ
યુએઈના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુએઈમાં ઈરાની હુમલામાં ત્રણ લોકોના મોત અને 68 ઘાયલ થયા છે.
Mar 03, 2026 06:00 pm
ઈરાન યુદ્ધ પર વિદેશ મંત્રાલયે કહ્યું, ભારત બધા સાથી દેશોના સંપર્કમાં
ભારતે ખાડી દેશોમાં ચાલી રહેલા સંઘર્ષ પર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. વાતચીત અને રાજદ્વારી પ્રક્રિયા ટૂંક સમયમાં ફરી શરૂ થવી જોઈએ. ભારત બધા સાથી દેશોના સંપર્કમાં છે. આપણો વેપાર અને ઉર્જા પુરવઠો આ માર્ગે થાય છે.
Mar 03, 2026 05:46 pm
PM મોદીએ ઓમાનના સુલતાન અને કુવેતના ક્રાઉન પ્રિન્સ સાથે ફોન પર કરી વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાડી ક્ષેત્રમાં વધતી અસુરક્ષા વચ્ચે ઓમાન અને કુવેતના નેતાઓ સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ ચર્ચા કરી છે. તાજેતરમાં બંને દેશોમાં થયેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને વડાપ્રધાને પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી અને સંવેદના વ્યક્ત કરી છે.
Mar 03, 2026 05:35 pm
4 માર્ચે દુબઈ અવર-જવર કરનારી અમીરાતની તમામ ફ્લાઇટ્સ રદ કરાઈ
સમગ્ર પ્રદેશમાં એરસ્પેસ બંધ હોવાને કારણે 4 માર્ચે યુએઈ સમય મુજબ રાત્રે 11.59 વાગ્યા સુધી દુબઈ અવર-જવર કરનારી તમામ સુનિશ્ચિત ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવશે.
Mar 03, 2026 05:20 pm
સૈન્ય કમાન્ડ સેન્ટરને પણ નિશાનો બનાવ્યું
IDFએ જણાવ્યું કે જે ઠેકાણાઓને નિશાનો બનાવવામાં આવ્યા છે, તેમાં સૈન્ય કમાન્ડ સેન્ટર પણ સામેલ હતું. આ કમાન્ડ સેન્ટરોનો ઉપયોગ ઈઝરાયેલી ક્ષેત્ર તરફથી ઘણા આતંકી ષડયંત્રને આગળ વધારવા માટે કરવામાં આવી રહ્યો હતો. સેનાનું કહેવું છે કે આ ઠેકાણા ઈઝરાયેલના નાગરિકો અને IDF દળોની વિરૂદ્ધ અલગ અલગ આતંકી યોજનાઓને અંઝામ આપવાના ઉદ્દેશ્યથી ઉપયોગ કરવામાં આવવાના હતા.
Mar 03, 2026 05:11 pm
Iranના આ શહેર પર કહેર વર્તાવી રહ્યું છે ઈઝરાયેલ, 160 જગ્યાઓ પર કર્યો મિસાઈલથી હુમલો
ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે (IDF) ઈરાન સિવાય દક્ષિણી લેબનાનમાં હિઝબુલ્લાહની વિરૂદ્ધ પણ મોટું સૈન્ય અભિયાન શરૂ કરી દીધું છે. છેલ્લા 24 કલાકમાં 160થી વધુ ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. IDFના જણાવ્યા મુજબ આ હુમલામાં હિઝબુલ્લાહ ના આતંકીઓની સાથે સાથે સંગઠનની વિશેષ 'રદવાન ફોર્સ' સાથે જોડાયેલા આતંકીઓને નિશાન બનાવવામાં આવ્યા છે.
Mar 03, 2026 04:59 pm
ઈરાને કતારના હમાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મોટો હુમલો કર્યો
યુદ્ધના ચોથા દિવસે પણ ઈરાન તેના હુમલાઓ ચાલુ રાખ્યા છે. ઈરાને તેની બેલિસ્ટિક મિસાઈલથી હુમલાઓ ચાલુ રાખ્યા છે. ઈરાને કતારના હમાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મોટો હુમલો કર્યો છે.
Mar 03, 2026 04:46 pm
ઓમાનમાં ઈરાનનો વિનાશક હુમલો
ઈરાને ઓમાનમાં વિનાશક હુમલો કર્યો છે, જેના કારણે ઓમાનના અલ સલાલાહ બંદર પર વિસ્ફોટ થયો છે. ઈરાની ડ્રોનને તોડી પાડવાથી બંદર પર આગ લાગી ગઈ છે.
Mar 03, 2026 04:28 pm
ઈરાને બહેરીન પર બેલિસ્ટિક મિસાઈલ છોડી
ઈરાને બહેરીન પર બેલિસ્ટિક મિસાઈલ છોડી છે. બહેરીનમાં સતત સાયરન વાગી રહ્યા છે. મનામામાં અનેક વિસ્ફોટ થયાના અહેવાલ છે.
Mar 03, 2026 04:13 pm
ઈઝરાયલી હુમલામાં ઈરાનનું રાષ્ટ્રપતિ ભવન થયું તબાહ
ઈરાન પર ઇઝરાયલના હુમલા ચાલુ છે. ઇઝરાયલી હુમલામાં ઈરાનનું રાષ્ટ્રપતિ ભવન તબાહ થયું છે. સુરક્ષા પરિષદની ઈમારત પર પણ હુમલો કરવામાં આવ્યો છે.
Mar 03, 2026 03:57 pm
અમેરિકા અને ઇઝરાયલે સાથે મળીને ઇરાનને બરબાદ કરી દીધું છે. ઇરાન જોરદાર કાર્યવાહીથી જવાબ આપી રહ્યું છે. જોકે, આ ચાર દિવસના યુદ્ધનું સૌથી કાળું પાસું ઇરાનના મીનાબમાં એક શાળા પર હુમલો હતો, જેમાં 160 થી વધુ શાળાની વિદ્યાર્થીઓના મોત થયા હતા. આજે, આ વિદ્યાર્થીઓ માટે અંતિમ સંસ્કારની નમાઝ અદા કરવામાં આવી હતી અને તેમને દફનાવવામાં આવ્યા હતા.
Mar 03, 2026 02:58 pm
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ વધુ તંગ બની છે. ત્રણ દેશો વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ત્યારે ચીનની એક મોટી કંપની સાઉદી અરામકો દ્વારા સમર્થિત હોવાથી તેની રિફાઈનરીએ કામ બંધ કર્યું છે. આ કંપની દ્વારા તેનું ક્રુડ યુનિટ બંધ કરવામાં આવ્યું છે. આ કંપનીના એક પ્રતિનિધિએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, આ ઓવરહોલ માર્ચ મહિના સુધી ચાલશે. આનાથી કંપનીની પ્રોસેસિંગ 20 ટકા ઘટી જશે
Mar 03, 2026 02:09 pm
ઈરાન ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે છેલ્લા ચારેક દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાનમાં યુદ્ધ દરમિયાન અચાનક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ઈરાનમાં ગેરાશ શહેરમાં આજે 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. યુનાઈટેડ સ્ટેટ જીઓલોજિકલ સરવે દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ ભૂકંપ જમીનથી 10 કિ.મી નીચે આવ્યો હોવાની વિગતો સામે આવી છે. ભૂકંપના આંચકાથી ડરી ગયેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Mar 03, 2026 01:23 pm
ઓમાનની એજન્સીએ એક રીપોર્ટમાં જણાવ્યું હતું કે, દેશના દુકમ પોર્ટ પર ફ્યુઅલ ટેન્ક પર ડ્રોન હુમલો થયો હતો જેનાથી ટાંકીને મોટું નુકસાન થયું છે.
Mar 03, 2026 12:49 pm
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે કેનેડા દ્વારા રિયાધમાં એમ્બેસી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. કેનેડાના તંત્રએ કહ્યું હતુ કે, આગામી 6 માર્ચ શુક્રવાર સુધી તમામ રૂબરૂ મુલાકાતો રદ કરવામાં આવે છે.
Mar 03, 2026 12:06 pm
ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓ વચ્ચે કુવૈતમાં અમેરિકાનું દૂતાવાસ બંધ કરી દેવામાં આવ્યું છે. કુવૈતમાં યુએસ દૂતાવાસ આગામી સૂચના સુધી બંધ રહેશે. દૂતાવાસ દ્વારા કહેવાયું છે કે,અમે બધી નિયમિત અને ઈમર્જન્સીની કોન્સ્યુલર મુલાકાતો રદ કરી છે.જ્યારે દૂતાવાસ સામાન્ય કામગીરી ફરીવાર શરૂ કરશે ત્યારે અમે સંપર્ક કરીશું.
Mar 03, 2026 12:03 pm
રિયાધમાં યુએસ એમ્બેસીએ સાઉદી અરેબિયામાં અનેક મિશનમાં તેની બધી સેવાઓ રદ કરવાની જાહેરાત કરી છે. X પર પોસ્ટ કરાયેલા દૂતાવાસના નિવેદન મુજબ મંગળવારે તમામ નિયમિત અને ઈમર્જન્સી મુલાકાતો રદ કરવામાં આવી છે. જેદ્દાહ, રિયાધ અને ધહરામ સહિતના પ્રાંતમાં તેના અનેક મિશન પર આશ્રયસ્થાન અમલમાં છે. હુમલાને કારણે આગામી સૂચના સુધી દૂતાવાસથી દૂર રહેવા અપીલ કરાઈ હતી. એમ્બેસીના સ્ટેટમેન્ટમા કહેવાયું છે કે, અમે બધા યુએસ નાગરિકોને વ્યક્તિગત સલામતી જાળવવા સલાહ આપીએ છીએ.
Mar 03, 2026 11:42 am
અલ જઝીરાના અહેવાલ મુજબ, હિઝબુલ્લાહે ઇઝરાયલના રામત ડેવિડ એર બેઝ પર વહેલી સવારે હુમલો કરવાનો દાવો કર્યો હતો. હિઝબુલ્લાના જણાવ્યા અનુસાર,તેણે મંગળવારે એર બેઝ પર રડાર સાઇટ્સ અને કંટ્રોલ રૂમ પર ડ્રોન છોડ્યા હતાં. આ ઇઝરાયલી હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવ્યું છે.અગાઉ, IRNA ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે ઇઝરાયલી શાસને હિઝબુલ્લાહ સાથે સંકળાયેલા પ્રસારણકર્તા અલ-મનારના મુખ્યાલય પર હુમલો કર્યો હતો.IRNA અનુસાર, અલ-મનારએ અહેવાલિત હુમલાના થોડીવાર પછી તેના કાર્યક્રમોનું પ્રસારણ ફરી શરૂ કર્યું. અગાઉ, ઇઝરાયલે કહ્યું હતું કે હિઝબુલ્લાહના ગુપ્તચર વિભાગના વડા રાત્રિના હુમલામાં માર્યા ગયા હતા, અને બેરુતે કહ્યું હતું કે તે આતંકવાદી જૂથની લશ્કરી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકશે.
Mar 03, 2026 11:26 am
ઈરાન અને સમગ્ર પ્રદેશમાં ઝડપથી વધી રહેલા લશ્કરી કાર્યવાહીને પગલે બાળકો માટે ગંભીર ખતરો છે તેવી ચેતવણી આપતા યુએનના ટોચના અધિકારીઓનું નિવેદન સામે આવ્યું છે. અમે નાગરિક માળખાકીય સુવિધાઓ, શાળાઓ અને હોસ્પિટલો સહિત નાગરિકો પરના હુમલાઓથી ખૂબ જ ચિંતિત છીએ. શાળાઓ અને હોસ્પિટલો પર હુમલો ન કરવો જોઈએ,બાળકો અને સશસ્ત્ર સંઘર્ષ માટેના મહાસચિવના વિશેષ પ્રતિનિધિ, વેનેસા ફ્રેઝિયર અને બાળકો સામે હિંસા પર મહાસચિવના વિશેષ પ્રતિનિધિ, નજત માલ્લા મજીદે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું.
Mar 03, 2026 11:02 am
અલ જઝીરા અરેબિકના અમારા સાથીદારો બેરૂતના દહિયેહ ઉપનગરોના હેરેત હ્રીક વિસ્તારમાં ઇઝરાયલી હુમલાઓના નવા અહેવાલ આપી રહ્યા છે. છેલ્લા એક કલાકમાં દહિયેહ પર ઓછામાં ઓછા બે હુમલાઓ પછી આ ઘટના સામે આવી છે. ઇઝરાયલી સૈન્યએ દહિયેહમાં અલ હદાથ પડોશ માટે બળજબરીથી વિસ્થાપનનો આદેશ પણ જારી કર્યો છે.
Mar 03, 2026 10:38 am
ઈરાન પર યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલના સંયુક્ત યુદ્ધને કારણે સમગ્ર પ્રદેશમાં ચાલી રહેલી મુસાફરીની અંધાધૂંધી વચ્ચે સંયુક્ત આરબ અમીરાતે મર્યાદિત સંખ્યામાં ફ્લાઇટ્સ ફરી શરૂ કરી છે. દુબઈના એરપોર્ટ ઓથોરિટીએ સોમવારે જણાવ્યું હતું કે તેણે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે વિશ્વના સૌથી વ્યસ્ત પ્રવેશદ્વાર, દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને દુબઈ વર્લ્ડ સેન્ટ્રલ એરપોર્ટથી "ઓછી સંખ્યામાં" ફ્લાઇટ્સ ચલાવવા માટે મંજૂરી આપી છે.
Mar 03, 2026 10:23 am
લેબનીઝ સશસ્ત્ર જૂથે જણાવ્યું છે કે તેણે ઉત્તર ઇઝરાયલમાં રામત ડેવિડ એરબેઝ પર હુમલો કર્યો હતો. તેણે કહ્યું કે આજે વહેલી સવારે ડ્રોનનો જથ્થો તૈનાત કરીને બેઝ પર રડાર સાઇટ્સ અને કંટ્રોલ રૂમને નિશાન બનાવ્યા હતા.હિઝબુલ્લાહે કહ્યું કે તેણે લેબનોનના અનેક વિસ્તારો પર ઇઝરાયલના ઘાતક હુમલાઓનો બદલો લેવા માટે આ હુમલો કર્યો છે.
Mar 03, 2026 10:00 am
IRGCએ કહ્યું છે કે તેણે આજે સવારે બહેરીનના શેખ ઈસા વિસ્તારમાં યુએસ એરબેઝ પર એક મોટો ડ્રોન અને મિસાઈલ હુમલો કર્યો છે. તેણે કહ્યું કે તેણે 20 ડ્રોન અને ત્રણ મિસાઈલ તૈનાત કર્યા છે, જેનાથી યુએસ એરબેઝના મુખ્ય કમાન્ડ અને હેડક્વાર્ટરની ઇમારતનો નાશ થયો છે અને તેની ફ્યુઅલ ટેન્કમાં આગ લાગી ગઈ છે. બહેરીન તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. અમારી પાસે વધુ માહિતી આવશે ત્યારે આપને જણાવીશું એવું IRGCએ કહ્યું હતું.
Mar 03, 2026 09:48 am
ઇઝરાયલે લેબનોનના 59 વિસ્તારોના નાગરિકોને તાત્કાલિક સ્થળ છોડી દેવા ચેતવણી જારી કરી છે.એક પોસ્ટમાં ઇઝરાયલી સૈન્યના પ્રવક્તા અવિચાઈ આદ્રાઈએ ઓછામાં ઓછા 59 વિસ્તારો,જેમાં મોટાભાગે દક્ષિણ લેબનોનમાં છે તેને હિઝબુલ્લાહ પ્રવૃત્તિઓ માટે સંભવિત લક્ષ્યો તરીકે સૂચિબદ્ધ કર્યા છે.તમારી પોતાની સલામતી માટે તમારે તાત્કાલિક તમારા ઘરો ખાલી કરવા જોઈએ અને ખુલ્લી જગ્યાઓમાં ગામડાઓથી ઓછામાં ઓછા 1,000 મીટર દૂર રહેવું જોઈએ. આદ્રાઈએ પોસ્ટમાં લખ્યું હતું કે, હિઝબુલ્લાહના કર્મચારીઓ તેમની સ્થિતિ અને તેમની લડાઈ પદ્ધતિઓની નજીક કોઈપણ વ્યક્તિ તેમના જીવનને જોખમમાં મૂકી રહ્યું છે. તમારી અને તમારા પ્રિયજનોની સલામતીનું ધ્યાન રાખો અને તાત્કાલિક ત્યાંથી નીકળી જાઓ.
Mar 03, 2026 09:18 am
સાઉદી સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર તેમણે રિયાધ અને નજીકના શહેર અલ-ખાર્જ તરફ જતા ઓછામાં ઓછા 8 ડ્રોનને અટકાવ્યા અને નાશ કર્યો.વધુ વિગતો આપવામાં આવી નથી.મંગળવારે સવારે મંત્રાલયે પુષ્ટિ આપી કે ઓછામાં ઓછા બે ડ્રોન રિયાધમાં યુએસ દૂતાવાસ પર હુમલો કર્યો,જેના કારણે દૂતાવાસ પરિસરની અંદરની એક ઇમારતમાં "નાની આગ અને મિલકતને થોડું નુકસાન થયું.
Mar 03, 2026 09:03 am
ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે ઈરાન સામે યુદ્ધ એ પ્રદેશમાં શાંતિનો માર્ગ છે.જ્યારે ઝડપી અને સરળ અભિયાનના વચનો છતાં અમેરિકા અને ઇઝરાયલ લાંબા સંઘર્ષમાં ફસાઈ શકે છે તેવી ચિંતાઓને ઓછું મહત્વ આપી રહ્યા છે. નેતન્યાહૂએ જણાવ્યું હતું કે વર્તમાન સંઘર્ષ ઇઝરાયલ અને પ્રદેશના દેશો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવા માટે વધુ સોદાઓનો માર્ગ મોકળો કરી શકે છે. અમે અબ્રાહમ કરાર આગળ લાવ્યા, જેમાં ચાર આરબ દેશો સાથે ચાર શાંતિ કરારોનો સમાવેશ થાય છે. હવે ઈરાન સામે સાથે મળીને કામ કરીને અમે ઘણા વધુ શાંતિ કરારો સુધી પહોંચી શકીશું.આ ક્યારેય ન સમાપ્ત થતું યુદ્ધ નથી, તે શાંતિનો માર્ગ છે. આ લોકો જે કહે છે તેનાથી સંપૂર્ણપણે વિપરીત છે."
Mar 03, 2026 08:58 am
ઇઝરાયલી સુરક્ષા દળોએ તેહરાન અને બેરૂત પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે, જેમાં ઇરાની રાજ્ય પ્રસારણકર્તા પર હુમલોનો પણ સમાવેશ થાય છે. ઈરાન અને લેબનોનમાં મૃત્યુઆંક 600 લોકોને વટાવી ગયો છે.
Mar 03, 2026 08:49 am
ઈસ્લામાબાદમાં યુએસ દૂતાવાસે દેશમાં વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ટાંકીને તમામ વિઝા એપોઇન્ટમેન્ટ રદ કરવાની જાહેરાત કરી છે.યુએસ દૂતાવાસે જણાવ્યું હતું કે આ આદેશ ઇસ્લામાબાદમાં દૂતાવાસ તેમજ લાહોર અને કરાચીમાં કોન્સ્યુલેટને આવરી લે છે. રદ કરવાની આ પ્રક્રિયા શુક્રવાર 6 માર્ચ સુધી અમલમાં રહેશે. રવિવારે યુએસ ઇઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યાના અહેવાલો બાદ કરાચી કોન્સ્યુલેટ પર હુમલો કરતી વખતે સુરક્ષા કર્મચારીઓએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો જેમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા.
Mar 03, 2026 08:47 am
લેબનોન પર ઇઝરાયલી હુમલાઓમાં 50થી વધુ લોકો માર્યા ગયા છે.ઈઝરાયેલનું કહેવું છે કે, આ હુમલાઓ ઇરાનના સુપ્રીમ લીડરની યુએસ-ઇઝરાયલી હત્યાના વિરોધમાં ઇઝરાયલમાં છોડવામાં આવેલા હિઝબુલ્લાહ રોકેટ અને ડ્રોનનો જવાબ છે.
Mar 03, 2026 08:19 am
અલ જજીરાના રીપોર્ટ પ્રમાણે ઇઝરાયલી સૈન્યએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે તે લેબનીઝ રાજધાનીમાં હિઝબુલ્લાહ ફેસેલિટિઝને નિશાન બનાવી રહ્યું છે. IDFએ બેરૂતમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના મુખ્યાલય અને શસ્ત્રોના ડેપો પર હુમલો કરવાનું શરૂ કર્યું છે” ઇઝરાયલી સૈન્યએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું.હિઝબુલ્લાહ સાથે સંકળાયેલ અલ-મનાર ન્યૂઝ ચેનલે અહેવાલ આપ્યો છે કે ઇઝરાયલ બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં હેરેટ હ્રેકમાં તેની ઇમારતને નિશાન બનાવી રહ્યું છે.
Mar 03, 2026 08:15 am
કતારના દોહા સ્થિત ભારતીય દૂતાવાસે ટ્વીટ કર્યું છે કે, ભારતીયોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ કતારના અધિકારીઓ દ્વારા સત્તાવાર ચેનલો દ્વારા જારી કરાયેલા સમાચાર અને માર્ગદર્શનનું નજીકથી પાલન કરે.રહેવાસીઓને ફક્ત ચકાસાયેલ અને સત્તાવાર માહિતી પર આધાર રાખવા વિનંતી કરવામાં આવે છે.કતારના ગૃહ મંત્રાલયે જાહેર સલામતીનું રક્ષણ કરવા માટે ઘરની અંદર રહેવા અને સુરક્ષિત,બંધ સ્થળોએ રહેવાના મહત્વ પર ભાર મૂક્યો છે.રહેવાસીઓને અત્યંત જરૂરી કેસ સિવાય બહાર ન જવાની સલાહ આપવામાં આવે છે.બધા ભારતીય નાગરિકોને આ સૂચનાઓનું કડક પાલન કરવા ભારપૂર્વક વિનંતી કરવામાં આવે છે.કતાર નાગરિક ઉડ્ડયન સત્તામંડળે પુષ્ટિ આપી છે કે કતારનું હવાઈ ક્ષેત્ર બંધ રહેશે.હમાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર કામગીરી સ્થગિત કરવામાં આવી છે અને ઓથોરિટી દ્વારા હવાઈ ક્ષેત્રને સુરક્ષિત રીતે ફરીથી ખોલવાની જાહેરાત કર્યા પછી તે ફરી શરૂ થશે.મુસાફરોને એરપોર્ટ પર ન જવા અને નવીનતમ અપડેટ્સ માટે તેમની સંબંધિત એરલાઇન્સ સાથે તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે.
Mar 03, 2026 08:02 am
અમેરિકાના વિદેશ વિભાગે અમેરિકાના નાગરિકોને ગંભીર સુરક્ષા જોખમોને કારણે મધ્ય પૂર્વના દેશોમાંથી તાત્કાલિક નીકળી જવા વિનંતી કરી છે.
Mar 03, 2026 07:57 am
છેલ્લા કેટલાક દિવસોથી ઇઝરાયલ ઈરાન સંઘર્ષને પગલે ફ્લાઇટમાં વિક્ષેપ વચ્ચે અબુ ધાબીથી પહેલી ફ્લાઇટ બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરી હતી.એક મુસાફરે કહ્યું હતું કે,અમે અબુ ધાબી એરપોર્ટમાં ફસાઈ ગયા ત્યારે એતિહાદ એરવેઝે અમારી સારી સંભાળ રાખી.તેમણે જે મુસાફરોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી તેમના માટે હોટલ બુક કરાવી.
Mar 03, 2026 07:40 am
રિયાધમાં અમેરિકન દૂતાવાસ પર હુમલાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે. ટૂંક સમયમાં તમને પરિણામ ખબર પડશે. અત્યાર સુધીનું વિશ્વનું સૌથી મોટું આ ઓપરેશન છે. ઈરાને રિયાધમાં અમેરિકાના દૂતાવાસ પર હુમલો કર્યો છે.
Mar 03, 2026 07:38 am
અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે ટ્વિટ કરીને કહ્યું હતું કે, સંરક્ષણ દળોની ઝડપી અને સમયસર કાર્યવાહીને કારણે પરવાન પ્રાંતમાં કોઈ વિસ્ફોટ કે નુકસાન વિના તેના લક્ષ્ય સુધી પહોંચતા પહેલા જ દુશ્મનના બીજા ડ્રોનને તોડી પાડવામાં આવ્યું.આ બીજું ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે.
Mar 03, 2026 07:22 am
લેબનોન પર ઇઝરાયેલનો સૌથી મોટો હુમલો સામે આવ્યો છે. ઇઝરાયેલના હુમલામાં 31 લોકોના મોત અને 149 લોકો ઘાયલ થયાં છે.બૈરુતના દક્ષિણના પરા વિસ્તારો પર હુમલા થયા છે. ઇઝરાયેલી હુમલામાં દક્ષિમ લેબનોનમાં ભારે નુકસાન પહોંચ્યું છે. હિઝબુલ્લાનો ઇરાનના સમર્થનમાં ઇઝરાયેલ પર હુમલો થયો હતો.ઇઝરાયેલની જવાબી કાર્યવાહીમાં અનેકના મોત થયાં છે.ઇઝરાયેલનો લેબેનોનની રાજધાની બૈરુત પર હુમલો સામે આવ્યો છે.
Mar 03, 2026 07:22 am
યુદ્ધની સ્થિતિમાં ફસાયેલા ભારતીયોનું રેસ્ક્યુ કરાશે,જેદ્દાહથી ભારત માટે ખાસ ઓપરેશન શરૂ કરાશે.આજે 10 સ્પેશિયલ ફ્લાઈટ્સ ઉડશે, ઈન્ડિગો એરલાઈન્સ ફસાયેલા મુસાફરોને લાવશે,અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં લેન્ડિંગ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની મોટી જાહેરાત, સરકાર અને દૂતાવાસ સતત સંપર્કમાં
Mar 03, 2026 07:22 am
ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે સ્ટ્રેટ ઓફ હોર્મુધને બંધ કર્યો છે.ઇરાનના આ પગલાંથી મિડલ ઇસ્ટમાં ટેન્શન હાઇ થયું છે. કોઇપણ જહાજ પસાર થશે તો આગ લગાડીશું એવી ઈરાને ચીમકી ઉચ્ચારી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાથી ક્રૂડના પુરવઠા પર અસર થશે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે વૃદ્ધિની શક્યતા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી વૈશ્વિક બજારો સુધી ક્રૂડ, ગેસ પહોંચે છે. સાઉદી, કુવૈત, ઇરાક, કતરનું ક્રૂડ વૈશ્વિક બજારો સુધી પહોંચે છે. ફારસની ખાડીને જોડતો માર્ગ બંધ થશે તો ક્રૂડ પર સંકટ, 1980ના દશક બાદ પ્રથમવાર આ માર્ગ થશે બંધ
Mar 03, 2026 07:22 am
રિયાધમા અમેરિકી દૂતાવાસ પર ઇરાનનો ડ્રોનથી હુમલો કરાયો છે.મધ્યપૂર્વમાં ટેન્શન વચ્ચે કતરના રક્ષા મંત્રાલયનો મોટો દાવો સામે આવ્યો છે.ઇરાનના બે ફાઇટર જેટને તોડી પાડવાનો દાવો કરવામાં આવ્યો છે. કતરની હવાઇ સીમાની અંદર તોડી પાડવાનો દાવો કરવામાં આવ્યો છે.ઇરાનના 7 મિસાઇલ, 5 ડ્રોનને ઇન્ટરસેપ્ટ કર્યાનો દાવો, ડ્રોન તેના ટાર્ગેટ સુધી પહોંચે તે પહેલા જ નષ્ટ કર્યા, 24 કલાકમાં 15થી વધુ દેશોમાં યુએસ બેઝ પર હુમલો કરાયો છે.

Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત

Iran Attacked On Kuwait: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલામાં એક ભારતીયનું મોત, 60થી વધુ ઘાયલ

Pakistan News:પાકિસ્તાનની સેનાએ 17 આતંકવાદીને મોતને ઘાટ ઉતાર્યા

Lithuania: આ દેશમાં છોકરીઓને લગ્ન માટે નથી મળી રહ્યા છોકરાઓ?

World News: નેતન્યાહુ સામે ડોનાલ્ડ ટ્રમ્પનો રોષ, તો ઈરાનના અયાતુલ્લાની કરી ભરપુર પ્રશંસા, જાણો કેમ આવ્યુ પરિવર્તન?

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો