Americaના ન્યૂયોર્ક શહેરમાં મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ચીફ ડૉ. મોહન ભાગવતે ઐતિહાસિક ભાષણ આપ્યું. તેમણે દુનિયાને જણાવ્યું કે આપણા શરીર, પહેરવેશ, પૂજા પદ્ધતિ અને જીવનશૈલી અલગ હોઈ શકે છે, પરંતુ દરેક વ્યક્તિની અંદર રહેલી આત્મા તેમને એકબીજા સાથે જોડે છે. આ દરમિયાન RSS ચીફે અમેરિકા અથવા વિદેશમાં રહેતા ભારતીયોને અપીલ કરી કે તેઓ પોતાની કર્મભૂમિ પ્રત્યે વફાદાર રહે.
કર્મભૂમિ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ: ભાગવત
તેમણે કહ્યું કે, પ્રવાસી ભારતીયોની પોતાની કર્મભૂમિ પ્રત્યે એક ફરજ છે. તેમણે આ ફરજ પૂરી કરવી જોઈએ. તેમણે પોતાની કર્મભૂમિ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. કારણ કે ભારત તેમની જન્મભૂમિ છે, તેથી જો તેમના મનમાં ભારત માટે કંઈક કરવાની ઈચ્છા હોય અને તેઓ પોતાની કર્મભૂમિ પ્રત્યેની ફરજ પૂરી કર્યા બાદ આવું કરી શકે છે, તો તેમાં કોઈ મનાઈ નથી. સાથે જ તેમણે કહ્યું કે ભારતને આશા છે કે વિદેશોમાં રહેતા ભારતીયો ભારતે તેમને શીખવેલા મૂલ્યોને જાળવી રાખશે અને તે પ્રમાણે જીવન જીવશે.
