ઇમિગ્રેશન અને વિદેશીઓ (નાગરિકતા) અધિનિયમ, 2025 લાગુ થયા બાદ ગૃહમંત્રાલય દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો. જેમાં ભારતીય નૌકાદળ, સેના અથવા વાયુસેનાના સભ્યો, જેઓ ફરજ પર ભારતમાં પ્રવેશ કરે છે અથવા છોડીને જાય છે, તેમને પાસપોર્ટ અથવા વિઝા રાખવાની જરૂર રહેશે નહીં. તેમજ આવા સૈનિકોના પરિવારના સભ્યો, જ્યારે સરકારી વાહનમાં આવી વ્યક્તિ સાથે આવે છે, ત્યારે તેમને પણ પાસપોર્ટ અથવા વિઝા રાખવાની જરૂર રહેશે નહીં.
કોને નહી જરૂર પડે વિઝાની ?
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં પ્રવેશ, રોકાણ અને બહાર નીકળવા માટે માન્ય પાસપોર્ટ અથવા અન્ય માન્ય મુસાફરી દસ્તાવેજ અને માન્ય વિઝાની જરૂર રહેશે નહીં, જો કોઈ ભારતીય નાગરિક નેપાળ અથવા ભૂટાનની સરહદથી માર્ગ અથવા હવાઈ માર્ગે ભારતમાં પ્રવેશ કરે, અથવા નેપાળી અથવા ભૂટાનનો નાગરિક નેપાળ અથવા ભૂટાનની સરહદથી માર્ગ અથવા હવાઈ માર્ગે ભારતમાં પ્રવેશ કરે, અથવા માન્ય પાસપોર્ટ ધરાવે અને નેપાળ અથવા ભૂટાન સિવાય અન્ય કોઈપણ જગ્યાએથી ભારતમાં પ્રવેશ કરે અથવા ભારતની બહાર જાય.
કોને લાગુ નહી પડે આ નિયમ ?
જો કે હા, આ નિયમ તિબ્બતિઓ પર લાગુ થાય છે. જે પહેલાથી જ ભારતમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને દેશમાં રહી રહ્યા છે અથવા ભારતમાં પ્રવેશ કરી રહ્યા છે. પરંતુ હા તેઓએ સંબંધિત નોંધણી કરનાર અધિકારીઓ પાસે નોંધણી કરાવી હોય અને નોંધણી પ્રમાણપત્ર મેળવ્યું હોય. મંત્રાલયે એમ પણ જણાવ્યું કે આ છૂટ ચીન, મકાઉ, હોંગકોંગ અથવા પાકિસ્તાનથી મુસાફરી કરનારાઓને લાગુ પડતી નથી.
આ જોગવાઇ લાગુ પડે જ્યારે ...
મંત્રાલય અનુસાર આ જોગવાઈ ત્યારે પણ લાગુ પડશે જ્યારે તેઓ 1959 પછી પરંતુ 30 મે 2003 પહેલા કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલ સ્પેશિયલ એન્ટ્રી પરમિટ પર ભારતમાં પ્રવેશ્યા હોય, અથવા જો તેઓ 30 મે, 2003 પછી કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલ નવી સ્પેશિયલ એન્ટ્રી પરમિટ પર કેન્દ્ર દ્વારા નિયુક્ત ભારત-નેપાળ સરહદ પર ઇમિગ્રેશન ચેકપોઇન્ટ દ્વારા કાયદાની શરૂઆતની તારીખ સુધી ભારતમાં પ્રવેશ્યા હોય.
કોને લાગુ નહી પડે ?
અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયના કોઈપણ વ્યક્તિ - હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી, જેમને ધાર્મિક અત્યાચાર અથવા ધાર્મિક અત્યાચારના ભયને કારણે ભારતમાં આશ્રય લેવાની ફરજ પડી હતી અને 31 ડિસેમ્બર 2024 ના રોજ અથવા તે પહેલાં પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો સહિત માન્ય દસ્તાવેજો વિના દેશમાં પ્રવેશ કર્યો હતો, અથવા પાસપોર્ટ અથવા અન્ય મુસાફરી દસ્તાવેજો સહિત માન્ય દસ્તાવેજો સાથે દેશમાં પ્રવેશ કર્યો હતો, અને આવા દસ્તાવેજોની માન્યતા સમાપ્ત થઈ ગઈ હતી, તેમને માન્ય પાસપોર્ટ અને વિઝા રાખવાના નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે. આ નિયમ 9 જાન્યુઆરી, 2015 સુધી ભારતમાં આશ્રય લેનારા નોંધાયેલા શ્રીલંકન તમિલ નાગરિકોને લાગુ પડશે નહીં.