વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની નેધરલેન્ડ મુલાકાત દરમિયાન રવિવારે ડચ વડાપ્રધાન રોબ જેટન સાથે વિશ્વપ્રસિદ્ધ Afsluitdijk Damનું નિરીક્ષણ કર્યું. આ મુલાકાત દરમિયાન બંને દેશોએ વોટર મેનેજમેન્ટ, પૂર નિયંત્રણ, ક્લાઈમેટ ચેન્જની પડકારો અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહયોગ વધારવા પર ભાર મૂક્યો.
https://twitter.com/narendramodi/status/2055949384010043430
નેધરલેન્ડે પાણી વ્યવસ્થાપન ક્ષેત્રે વિશ્વને ઉત્તમ ઉદાહરણ આપ્યું
પીએમ મોદીની આ યુરોપ પ્રવાસ ચાર દેશોની મુલાકાતનો ભાગ છે, જેમાં સ્વીડન, નોર્વે અને ઈટાલી પણ સામેલ છે. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે નેધરલેન્ડે પાણી વ્યવસ્થાપન ક્ષેત્રે વિશ્વને ઉત્તમ ઉદાહરણ આપ્યું છે અને તેના અનુભવમાંથી દુનિયાએ શીખવું જોઈએ. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે Afsluitdijk ડેમ માત્ર એક એન્જિનિયરિંગ પ્રોજેક્ટ નથી પરંતુ નવીનતા અને દૃષ્ટિકોણનું પ્રતિક છે.
ગુજરાતના મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ પર પણ ચર્ચા થઈ
આ ડેમ દરિયાઈ પાણી નિયંત્રણ, પૂરથી સુરક્ષા અને મીઠા પાણીના સંગ્રહમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ મુલાકાત દરમિયાન ગુજરાતના મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ પર પણ ચર્ચા થઈ. બંને દેશોએ ભવિષ્યમાં જળ ટેકનોલોજી, ક્લાઈમેટ રેઝિલિયન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સંયુક્ત પ્રોજેક્ટ્સ પર કામ કરવાની સંભાવના વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી 5 દેશના પ્રવાસે છે અને નેધરલેન્ડસની મુલાકાત બાદ તેઓ સ્વીડન જવા માટે રવાના થયા છે.
આ પણ વાંચો : PM Modi Sweden Visit: રોજગારમાં સમાનતા, સમૃદ્ધિમાં પ્રગતિ, જાણો સ્વીડન કેમ છે ખાસ?